بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
અય દીને
ઇસ્લામ તારા માટે હુસૈન માથું ક્પાવી દેશે
વચન જે રોજે
અઝલ દીધા'તા હુસૈન સઘળા નિભાવી દેશે
ન રહેશે અંધાર
કુફ્રનો કઈં હુસૈન હકનો હિમાયતી થઈ
નયનના હર એક
નૂર આપી એ દીને હક જગમગાવી દેશે
જો દીન આપી
રહ્યું છે દસ્તક, હુસૈન આપીને ખુદનું મસ્તક
મિટાવી
બાતિલના હર બુતોને એ હકનું શાસન જમાવી દેશે
બલાના રણમાં
કદમ ભરીને અજીબ એનું જતન કરીને
બનાવીને બાગ
કરબલાને હસીન ફૂલો સજાવી દેશે
નજર જમાના જરા
તું કરજે, કહફની આયત પઢે છે નેઝે
રહ્યું છે
ઊંચું સદાય એ સર મઝાલ કોની ઝુકાવી દેશે
ભલે ને
લાખોનું હોય લશ્કર ન હોય સચ્ચાઈને કદી ડર
ભલેને બોત્તેર
છે સિપાહી સિતમની હસ્તી મિટાવી દેશે
છે એની રગ
રગમાં ખૂને હૈદર આ છ મહીનાનો મારો અસ્ગર
હસીને લાખોની
ફૌજ સામે, તમામ લશ્કર રડાવી દેશે
અલીનો અબ્બાસ
આવશે તો જો તેગ એની ઉઠાવશે તો
હટાવી દઈને
તમામ પહેરા યઝીદી લશ્કર ધ્રુજાવી દેશે
ખુદાનો ઇસ્લામ
રહેશે રોશન કરીને લોહીનું પાક સિંચન
કરીને
કરબોબલામાં હુજ્જત હુસૈન સઘળું લૂંટાવી દેશે
સિતમની આંધી
ભલેને આવે, છે કોની
હિંમત કે ડગમગાવે
હુસૈન બોત્તેર
નાખુદા લઈ કિનારે કશ્તી લગાવી દેશે
બલાઓ હર એકની
ટળે છે, શિફા હરેક દર્દની મળે છે
આ ખાક ખાકે
શિફા છે બેશક હરેક ઝખ્મો રુઝાવી દેશે
એ રાતે હુરને
વિચાર આવ્યો, કદમ જો
સરવર તરફ ઉઠાવ્યો
ખતાઓ બક્ષીને
મારી સઘળી હુસૈન કિસ્મત બનાવી દેશે
અઝાનો હકની
સદાય રહેશે, ન કોઈ
બૈઅતનું નામ લેશે
ન કામ કોઈથી
થઈ શક્યું જે કરીને સરવર બતાવી દેશે
'કલીમ'
કરબોબલાનો શાયર તમારો 'ખાદિમહુસૈન' નોકર
બનીને બંને
તમારા ઝાકિર તમામ જીવન વિતાવી દેશે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો