بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
સજાવો મહેફિલ અલીના
આશિક પઢો કસીદા ગદીર છે ભૈ,
ખુદાના હુક્મે,
નબીથી હૈદર, બન્યા છે મૌલા ગદીર છે ભૈ.
વિલાની વરસે છે
આજ વર્ષા,
તવલ્લાથી તરબતર થઈને,
મલંગો મીસમની મ્હોર
વાળા ઉઠાઓ પ્યાલા ગદીર છે ભૈ.
બિલાલ આપો અઝાન
આજે,
બુલાવો પાછળ રહ્યા જે હાજી,
બનાવો મિમ્બર,
કરીને ભેગા હરેક કઝાવા ગદીર છે ભૈ.
અલીના મુન્કિર
ઉપર ખુદાનો બસ એક પથરો ને વાત પુરી,
ન અબ્રહા છે,
ન તો અબાબીલ, નથી આ કા'બા, ગદીર છે ભૈ.
ખુદાની મરજીથી
નક્કી થાશે, તમામ આલમ નો એક મૌલા
હટી રહયા છે અલીની
અઝમતના આજ પરદા ગદીર છે ભૈ.
ખરા બપોરે તળાવ
કાંઠે વિલા એ હૈદરનાં જામ પી ને
ખીલી રહ્યા છે
ગુલાબ થઇને તમામ ચહેરા ગદીર છે ભૈ.
ખુદાની નેઅમત તમામ
થઈ ગઈ,
કે દીન આજે થયો મુકમ્મલ,
ખુદાની રહેમત કરી
રહી છે અલીને ઊંચા ગદીર છે ભૈ.
"કલીમ" મોમિન. વલેટવા.