body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

બુધવાર, 20 મે, 2020

અય જાફરી,

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

કયા હો બયાં અઝમત તેરી અય હૈદરી અય જાફરી,
નફસે નબી નફસે અલી  અય હૈદરી અય જાફરી.

તેરા કરમ સબસે જુદા, તેરી અતા સબસે અલગ,
તું હૈ સખી ઈબ્ને સખી, અય હૈદરી અય જાફરી.

 ઉંમત યે સબ માયુસ થી, ફૈલીથી હરસું તીરગી,
 હૈ તેરે દમ સે  રોશની, અય હૈદરી અય જાફરી.

મુશ્કિલ પડી જબ ભી કહીં,હર એક બલા હૈ દૂર કી
હમકો મદદ તેરી મિલી, અય હૈદરી અય જાફરી.

જો ચાહે જીસકો દે દિયા, ફેલાઈ જીસને ઝોલિયાં,
 રખ્ખી ન કોઈ ભી કમી, અય હૈદરી અય જાફરી.

હમ્દે ખુદા, નાતે નબી, તેરી નવા, જુમ્બિશ તેરી,
હૈ સબકે લબ પર આજ ભી, અય હૈદરી અય જાફરી.

લેહજા તેરા, રૂતબા તેરા, મિમ્બર તેરા, મસનદ તેરી,
હૈ બાખુદા મિસ્લે અલી,અય હૈદરી અય જાફરી.

ઈમદાદ કર તું હૈ ઝહીર, તું મીર હૈ તું હૈ અમીર,
મુશ્કિલ મેં હૈ યે જિંદગી, અય હૈદરી અય જાફરી.

મેરાજ કે સબ રાઝ દે હમરાઝ કર તું ઇશ્ક કા,
હૈ કામ તેરા રેહબરી, અય હૈદરી અય જાફરી.

મોમિન ખાદિમહુસૈન "કલીમ"

મંગળવાર, 19 મે, 2020

ઝહીરે જાફરી તુઝકો સલામ




بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


આજ ભી જીંદા હૈ જગમે તેરા નામ,
અય ઝહીરે જાફરી તુઝકો સલામ.


પંજેતનકે બાગ કી તું હૈ કલી,
વારીસે ઈબ્ને નબી, ઈબ્ને અલી.
દો જહાઁ મેં તેરા આલા હૈ મકામ,
અય ઝહીરે જાફરી તુઝકો સલામ.


રાહે હક સબકો દિખાયા આપને,
હક હૈ કયા હમકો બતાયા આપને.
કોઈ ભૂલેગા ન યે તેરા પયામ,
અય ઝહીરે જાફરી તુઝકો સલામ


હૈ પીલાયા જામે મદહે હૈદરી,
જીંદગીભર કી હૈ તુને રહેબરી
પી રહે હૈ આજ ભી સબ તેરે જામ
અય ઝહીરે જાફરી તુઝકો સલામ


બુઝ ન પાએન્ગે તરીકત કે ચરાગ,
હૈ અભી રોશન હિદાયત કે ચરાગ,
તેરી હૈ મકરૂઝ યે ઉંમત તમામ,
અય ઝહીરે જાફરી તુઝકો સલામ


 
ઝોલિયાં ફેલાઈ જીસને તેરે દર
લાવલદ કો દે દીયે તુને પિસર,
અબ તલક જારી હૈ તેરા ફૈઝે આમ
અય ઝહીરે જાફરી તુઝકો સલામ


ગમ બડા હમકો મિલા રમઝાનમેં
કેહ ગયા તું અલવિદા રમઝાનમેં
રો કે કેહતે થે તુજે તેરે ગુલામ
અય ઝહીરે જાફરી તુઝકો સલામ


મદહખ્વાને મૂર્તઝા બન કર રહા,
કયું ન હો તું વારિસે મિમ્બર રહા.
તુજસા મિલ શકતા નહીં હૈ હમ કલામ
અય ઝહીરે જાફરી તુઝકો સલામ.


ખુશ્કિ મેં પાની બહાયા આપને
ઈબ્ને હૈદર હું બતાયા આપને
કોઈ ભી બાકી રહા ના તશ્નકામ
અય ઝહીરે જાફરી તુઝકો સલામ.


તું અમીર ઈબ્ને અમીર ઈબ્ને અમીર
મૈં ફકીર ઈબ્ને ફકીર ઈબ્ને ફકીર
તું હૈ માલિક ઔર મૈં તેરા ગુલામ
અય ઝહીરે જાફરી તુઝકો સલામ.


હૈ તલબ ઇમદાદ કી ઇમદાદ કર,
ઘર મેરા ખુશીયો સે તું આબાદ કર,
હૈ "કલીમ" કે હોઠ પર યે સુબહો શામ,
અય ઝહીરે જાફરી તુઝકો સલામ.


કલામ : ખાદિમહુસૈન "કલીમ" મોમિન.

સોમવાર, 18 મે, 2020

અલવિદા

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


ફાતેમા બિન્તે અસદના લાલ હૈદર અલવિદા,
શેરે દાવર અય અબુતાલિબના દિલબર અલવિદા.

યા અલી, મુશ્કિલકુશા, શેરે ખુદા, હાજત રવા,
મોમિનોના પેશવા, સરદાર, સરવર અલવિદા.

એક બસ તારી જુદાઈમાં બધા ગમગીન છે,
એ સલૂનીનો સદા આપે છે મિમ્બર અલવિદા.

મસ્જિદે કૂફા અને મહેરાબમાં સૂનકાર છે,
કહી રહ્યા છે ગમમાં એ હર એક મંઝર અલવિદા.

પ્રેમ તેં દીધો હતો એક બાપથી પણ કૈં વધુ,
અય ગરીબો ને યતીમોના પયમ્બર અલવિદા.

મોકલે છે જન્મઘર કાબા તને લાખો સલામ,
સાદ આપે છે રડી અલ્લાહનું ઘર અલવિદા.

નાઝ તારા પર કરે છે ખુદ નમાઝો ને દુઆ,
ને પુકારે છે અઝાં અલ્લાહો અકબર અલવિદા.

જિંદગીભર તેં દીને ઇસ્લામની સેવા કરી,
અય સખાવતના શહેનશાહ ઇલ્મના દર અલવિદા.

મોકલે સલવાત હર કુરઆનના પારા તને,
અય ફસાહત ને બલાગતના દિવાકર અલવિદા.

મોમિનો માતમ મનાવે મરસિયા મજલીસ પઢે,
આંખથી ટપકી કહે આંસુના ગૌહર અલવિદા.

યા અલી એક આરઝૂ છે ભીખ માંગે છે "કલીમ",
હું કહી દઉં જિંદગીને  તારા દર પર અલવિદા.

કહી રહ્યા છે અશ્ક ટપકીને કલમની આંખથી,
અય "કલીમે કરબલા"ના પ્યારા રહેબર અલવિદા.

૧૭-૫-૨૦૨૦