body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

સોમવાર, 31 ઑગસ્ટ, 2020

શહાદત હુસૈનની



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

રેહશે સદાય યાદ શહાદત હુસૈનની,
કરશું રડીને યાદ મુસીબત હુસૈનની.

મળશે ન રોજે હશ્ર શફાઅત એ લોકને
રાખે છે જેઓ દિલમાં અદાવત હુસૈનની.

છે બેરીદા બહેન અને હાથોમાં છે રસન,
 મક્તલમાં બેકફન છે જો મૈયત હુસૈનની.

એની કદી મિસાલ જગતમાં નહીં મળે
છે પ્યાસ ત્રણ દિવસની ને ઈબાદત હુસૈનની.

દુનિયાની કોઈ તાકત રોકી નહીં શકે
તા હશ્ર અઝાદારી સલામત હુસૈનની

અસગરની એ મુસ્કાન તમાચો છે ફૌજને
ઇસ્લામની છે જીત તિલાવત હુસૈનની.

નસ્લો યઝીદીયતની ક્યાં બાકી રહી હવે ?
આખીય દુનિયામાં છે હૂકુમત હુસૈનની.

જે માંગવુ હો એના દર પરથી માંગી લો,
છે ખુદ ખુદા હુસૈનનો ખલ્ક્ત હુસૈનની.

 સજદામાં સર કપાવ્યું ને હક પર લુટાવ્યું ઘર
ઇસ્લામનું છે જીવન જહેમત હુસૈનની.

ખાદિમઅને સિરાજની બસ એજ છે દુઆ
થઈ જાય એકવાર ઝિયારત હુસૈનની.

શાયર : ખાદિમહુસૈન મોમિન કલીમવલેટવા
નૌહા ખ્વાન : સિરાજહુસૈન જાફરીપુરા, 2014

ખંજર ચલાવ ના


بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

છે અસ્રનો સમય અને ઝયનબની છે સદા,
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.
નાનાનો આપું વાસ્તો ના કર લઇં જફા,
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.

હૈદરનો લાલ છે ને શહે મશ્રકૈન છે,
ઝહરાની આંખડીનું રતન દિલનું ચૈન છે.
રોકાઈ જા અય શીમ્રે સિતમ ખા જરા દયા,
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.

બોસાઓ જેને પ્રેમથી આપે ગળે રસૂલ
તસબીહ બનાવી હાર, જ્યાં પહેરાવતા બતૂલ
અહમદના ખાનદાનની ના લૂંટ તું મતા,
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.

જીબ્રિલ જેનો આવીને ઝૂલો ઝુલાવતા,
આવીને મલક અર્શના લોરી સુણાવતા.
માસૂમ મારો ભાઈ છે, શું એની છે ખતા ?
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.

પ્યાસો છે ત્રણ દિવસનો ને દિલ પર હજાર ગમ
મરજી એ રબની  માનીને સહેતો રહ્યો સિતમ.
એવા જખમ મળ્યા છે નથી જેની કલ્પના,
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.

સૂકી નસો ગળાની છે પાણી પીલાવ તું,
રોકાઈ જા ઓ શિમ્ર ના ખંજર ચલાવ તું,
દિલ મારું જખ્મી થઈ ગયું કેવી છે આ દશા,
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.

અકબર નથી ને કાસિમો અબ્બાસ પણ નથી,
ભાઈ છે મારો એકલો મહેશરની છે ઘડી,
એક એક શહાદતને વર્યા થઈ ગયા જુદા,
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.

અહમદનો  વાસ્તો તને હૈદરનો વાસ્તો
એક ભાઈને બહેનથી ખુદારા ન કર જુદો,
દુઃખીયા બહેનની લે ન ઓ જાલિમ તું બદદુઆ,
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.

"જાફર" કલમ રડે છે આ લખતાં "કલીમ"ની,
પૂરદર્દ વેદના છે આ જીબહે અઝીમની,
ઝયનબની કરબલામાં હજી આવે છે સદા,
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.

મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.

સરદાર હુસૈન ઈબ્ને અલી



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

જુલ્મ પે સબ્ર કી તલવાર હુસૈન ઈબ્ને અલી
ફાતમી, હૈદરી કિરદાર હુસૈન ઈબ્ને અલી
વારિસે અહમદે મુખ્તાર હુસૈન ઈબ્ને અલી
કુફ્ર પે હક કી હૈ યલગાર હુસૈન ઈબ્ને અલી

અય મેરે સૈયદો સરદાર હુસૈન ઈબ્ને અલી
રો કે કહેતે હૈ અઝાદાર હુસૈન ઈબ્ને અલી....૧

દીન કો કૂફ્ર કે પંજે સે છુડાયા વો હુસૈન
જીસને બાતિલ કે ચરાગોં કો બુઝાયા વો હુસૈન
વાદએ તિફલી કો કરબલ મેં નિભાયા વો હુસૈન
નન્હે અસગર કા લહૂં મુંહ પે લગાયા વો હુસૈન

હક કા પૈગામ યે મેહફૂઝ રહેગા તેરા
દીને ઇસ્લામ ભી મકરૂઝ રહેગા તેરા.....૨

અહલે ઇન્સાન કો બેદાર કિયા હૈ તુને
ખૈબરે કુફ્ર કો મિસ્માર કિયા હૈ તુને
એક વીરાને કો ગુલઝાર કિયા હૈ તુને
બૈઅતે ઝુલ્મ સે ઇન્કાર કિયા હૈ તુને

સબ્ર કી તેગ સે ઇસ તરહા સે કુછ કામ લિયા
સબ્રે ઐયૂબ ને બઢકર તુજે સલામ કિયા....૩

કરબલા મેં ભરા ઘરબાર લૂંટાયા તુને
સર કટા કર દીને ઇસ્લામ બચાયા તુને
નૌજવાં બેટે કી મૈયત કો ઉઠાયા તુને
સબ્ર કા દર્સ જમાને કો સિખાયા તુને

તેરા કિરદાર જિસકી રૂહમેં ઉતર જાએ
નસીબ ઉસકા ભી હુરકી તરહ સંવર જાએ.....૪

દીને ઇસ્લામ કી આવાઝ ઉઠી મકતલ મેં
કૌન હૈં હક કા તરફદાર બચા લે જો મુજે
કાફલા લે કે હુસૈન ઈબ્ને અલી આ પહોંચે
હક બચાને કે લિયે ઝુલ્મો સિતમ સેહતે રહે

નાખુદા બનકે સફીને કો ઉભારા તુને,
દીને એહમદ કે મુકદ્દર કો સંવારા તુને....૫

દીને ઇસ્લામ કા યે સબ્ઝ ચમન તુજસે હૈ
દીન કી શાન યે શૌકત યે અમન તુજસે હૈ
દીને ઇસ્લામ કા યે સારા ચલન તુજસે હૈ
દીને એહમદ કી બકા શાહે ઝમન તુજસે હૈ.

હક કા પૈગામ દિયા દી કો રોશની દે દી
દીને ઇસ્લામ કો તા હશ્ર જિંદગી દે દી...૬

કરબલા ફિક્ર મેં જબ લાએગા કોઈ ઇન્સાં
લાદવા દર્દ કા મિલ જાએગા ઉસકો દરમાં
શેહ ને હર આલમે ખાલિક કો કર દિયા હૈરાં
અપના સર દે કે દી બચાયા, બચાયા કુરઆં.

તેરે હી દમ સે હૈ ઇસ્લામ મેં સુકું ઔર  ચૈન,
દીને અહમદ તેરે બિન કુછ ભી નહીં હૈ અય હુસૈન..૭

ફરીઝે હક કે નિભાઓ તો ફિર કહો લબ્બૈક
દિલ કો ઈમાં સે સજાઓ તો ફિર કહો લબ્બૈક
અમ્ન કે દીપ જલાઓ તો ફિર કહો લબ્બૈક
જિંદગી હક પે લૂંટાઓ તો ફિર કહો લબ્બૈક.

હો જહાઁ મજલિસે શબ્બીર જાં નમાઝ ભી હો,
ફિર કહેગા યે જમાના કે તુમ હુસૈની હો..૮

બશર પે કર દિયા શબ્બીરને અહેસાન બડા
અપના ઘરબાર લૂંટાયા જો સરે કરબોબલા
અપને દુશ્મન કો ભી પાની સે હૈ સૈરાબ કિયા
ફિક્રે ઇન્સાની કો યે દર્સ મોહબ્બત કા મિલા.

હુસૈન જીને કા હમકો યે ગુર સિખાતા હૈ,
હક પે હોતા હૈ જો મર કર ભી જીત જાતા હૈ..૯

ગમ કી રૂદાદ સુનાતી હૈ હમેં કરબોબલા
હક કી પહેચાન કરાતી હૈ હમેં કરબોબલા
એક ઇન્સાન બનાતી હૈ હમેં કરબોબલા
અપને ખાલિક સે મિલાતી હૈ હમેં કરબોબલા.

ઝિક્ર હર દમ યે રવાં "ખાદિમો" "કલીમ" રહે,
કરીમે કરબલા તુમ પર સદા કરીમ રહે..૧૦


મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.