بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
સબ્રો રઝાનો ભવ્ય અનુવાદ છે હુસૈન,
ઇન્સાનિયતના દર્દનો સંવાદ છે હુસૈન.
કંઈ નામ ના નિશાન છે, બરબાદ છે યઝીદ,
જીવંત આજ પણ છે ને આબાદ છે હુસૈન.
સૌને ઇલાહી ઇશ્કનું આપી રહ્યો ઇજન,
હલમીનનો ગુંજે નયનવા એ સાદ છે હુસૈન.
બીજા કરે ઓ જૂઠ તારા હાથનો સ્વીકાર
બૈયતની તારી વાતથી તો બાદ છે હુસૈન.
બોત્તેરની વફાના ભરું
છું હું દમ સદા,
ધડકનની હરકતોમાં તારી યાદ છે હુસૈન.
હકનો તું રાહબર હતો સાબિતકદમ રહ્યો,
તારા પથિક રહ્યા બધા આઝાદ
છે હુસૈન.
જે કામ અંબિયાથી ન વર્ષોમાં થઇ શક્યું,
એ તેં કર્યું ખુદાની
તને દાદ છે હુસૈન.
હક પર શહીદ થઈને અમર કઈ રીતે થવું ?
અનમોલ એક તારી એ ઇજાદ છે હુસૈન.
ખાદિમ છું હું "કલીમ" છું,
માલિક હુસૈન છે,
એથી જીવનની રાહમાં ઉન્માદ છે હુસૈન.
મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો