بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
રેહશે સદાય યાદ શહાદત હુસૈનની,
કરશું રડીને યાદ મુસીબત હુસૈનની.
મળશે ન રોજે હશ્ર શફાઅત એ લોકને
રાખે છે જેઓ દિલમાં અદાવત હુસૈનની.
છે બેરીદા બહેન અને હાથોમાં છે રસન,
મક્તલમાં બેકફન છે જો મૈયત હુસૈનની.
એની કદી મિસાલ જગતમાં નહીં મળે
છે પ્યાસ ત્રણ દિવસની ને ઈબાદત હુસૈનની.
દુનિયાની કોઈ તાકત રોકી નહીં શકે
તા હશ્ર અઝાદારી સલામત હુસૈનની
અસગરની એ મુસ્કાન તમાચો છે ફૌજને
ઇસ્લામની છે જીત તિલાવત હુસૈનની.
નસ્લો યઝીદીયતની ક્યાં બાકી રહી હવે ?
આખીય દુનિયામાં છે હૂકુમત હુસૈનની.
જે માંગવુ હો એના દર પરથી માંગી લો,
છે ખુદ ખુદા હુસૈનનો ખલ્ક્ત હુસૈનની.
સજદામાં સર કપાવ્યું ને હક પર લુટાવ્યું ઘર
ઇસ્લામનું છે જીવન જહેમત હુસૈનની.
“ખાદિમ” અને “સિરાજ” ની બસ એજ છે દુઆ
થઈ જાય એકવાર ઝિયારત હુસૈનની.
શાયર : “ખાદિમ” હુસૈન મોમિન “કલીમ” વલેટવા
નૌહા ખ્વાન : સિરાજહુસૈન જાફરીપુરા, 2014
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો