body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2020

દિલદારને સલામ



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


ઝહરાના દિલના ચૈનને, દિલદારને સલામ,
અહમદના પ્યારા, દીનના આધારને સલામ.

કરબલના કાળા વનની તેં કાયાપલટ કરી,
તારા એ હકના બાગની મહેકારને સલામ.

મહેશર સુધી તેં એને સુવાસિત કરી દીધો,
એ સત્યની સુગંધના ગુલઝારને સલામ.

બોત્તેર તારા સાથી રહ્યા સારથી બની,
હક પર અડગ રહેલા એ સૌ યારને સલામ.

બૈઅતની માંગણીમાં તેં મસ્તક ધરી દીધું,
હિંમત હતી એ તારી, એ ઇન્કારને સલામ.

તેં 'નફ્સે મુતમઇન્ના' સદા સાંભળી અને,
જે મ્યાનમાં કરી હતી, તલવારને સલામ.

દુઃખ દર્દ સહન કીધા ને દરવેશ થઈ ગયા,
તારા એ વીર સૈન્યને, અન્સારને સલામ.

પહેરીને સબ્ર, ત્યાગના ઝેવર હુસૈન તેં,
સુંદર બનાવ્યો દીનને, શણગારને સલામ.

કરબલ કથાનું કાયમી કરતા રહે કથન,
એવા હર એક શેહના કલમકારને સલામ.

કરબલ ખુદાએ જન્મતાં મૂકી દીધી હતી,
બોત્તેર ધડકે દિલના એ ધબકારને સલામ.

બસ એટલે કલમનો કલાધર "કલીમ" છું,
કાયમ કરું છું મીસમે તમ્મારને સલામ.

ખાદિમહુસૈન "કલીમ" મોમિન વલેટવા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો