body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

બુધવાર, 9 સપ્ટેમ્બર, 2020

કરબલ યાદ આવે છે,



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


નયન આંસુ વહાવે છે જો કરબલ યાદ આવે છે,
કથા શબ્બીરની દિલમાં દરદ એવું જગાવે છે.

મદીના થઈ ગયું વીરાં હુસૈની કાફલો ચાલ્યો,
જુઓ સરવર શહાદત માટે કરબલને વસાવે છે.

પિતાની એ વસિયતથી નિછાવર થઈ ગયા કાસિમ,
શહાદત પામી દુલ્હો મોતને દુલ્હન બનાવે છે.

નિહાળી જેને નાનાની ઝિયારત કરતાંતા સરવર,
મોહંમદની એ સુરતને સિતમગારો મિટાવે છે.

ખુદા શબ્બીર પર કેવી મુસીબત આવી કરબલમાં,
બુઢાપામાં જવાં અકબરની મૈયતને ઉઠાવે છે.

લીધું અબ્બાસે પાણી હાથમાં એક બુંદ ના પીધું,
તરસ એને જો નાનાં બાળકોની યાદ આવે છે.

જે ગરદન પર રસૂલલ્લાહ સદા લેતા હતા બોસા,
નવાસાના ગળા પર જાલીમો ખંજર ચલાવે છે.

યઝીદી ફૌજ જે મસ્તક ઝૂકાવા જુલ્મ કરતીતી,
મુબારક સર બહત્તરના એ નેજા પર ઉઠાવે છે.

કપાવી સર ને આપે ઘર ખુદાની રાહમાં સરવર,
   વચન મિશાકમાં રબથી કરેલાં તું નિભાવે છે.

“કલીમ-મિક્દાદ”ની મૌલા અરજ બસ એટલી તુજથી,
ઝિયારત તારી કરવા કરબલા ક્યારે બોલાવે છે?

મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો