بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
કરબલાની ધરતી પર રક્ત વહાવી હકની જિંદગી બચાવી છે,
સર કપાવી મકતલમાં, ઘર લૂંટાવી નાહકની શમ્આઓ બુઝાવી છે.
પ્યાસ ત્રણ દિવસની 'ને દર્દ બહત્તર દિલ પર, દાદ તારી હિંમત પર,
એ જવાન અકબરની, બાળ અલી અસગરની લાશ તેં ઉઠાવી છે.
નેહ્ર પર તેં જઈ ગાઝી, પાણી લાવવા માટે, ફૌજને હટાવીને,
દુશ્મનોને ખૈબરની, શેરે-ખુદા હૈદરની, યાદ તેં અપાવી છે.
નેહ્ર કિનારે જઈને, મશ્કને ભરી લઈને, નીર ખોબામાં લઈને,
યાદ બચ્ચીની આવી, નીરને તેં ઠુકરાવી, શું વફા નિભાવી છે!
હૈદરી શુજાઅતમાં, વાહ રે! જિગર તારું! શું લડાઈ જીતી તેં,
દુશ્મનોની ગરદન પર, સ્મિતની અલી અસગર, તેગ તેં ચલાવી છે.
મોમિન ખાદિમહુસૈન
"કલીમ" વલેટવા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો