body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2020

ચૌદસો વર્ષો હુસૈન



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


થઈ ગયા તારી કથાને ચૌદસો વર્ષો હુસૈન

તે છતાં પણ ઝિક્ર તારો દિન બ દિન વધતો હુસૈન.

 

ઇન્નમાનો તાજ માથે, દહેરની ચાદર ખભે,

છે હુસૈનુમ્મિન્ની વાળો આપનો કુરતો હુસૈન.

 

અંબિયા, મુર્સલના સજદા એક તરફ મૂકો, છતાં,

સર્વ પર ભારી રહ્યો છે આપનો સજદો હુસૈન.

 

પાણી પાણી થઈ ગયા તસ્નીમો કૌસર જોઈને,

જ્યારે મોંમાં નાખે છે અહમદનો અંગૂઠો હુસૈન.

 

ઈદ પર ઈચ્છા કરે તું ને મલક કેહ, "જી હૂઝુર",

ખુલ્દથી એ લઈને આવે આપનાં વસ્ત્રો હુસૈન.

 

આંખથી પરદા હટ્યા દીદાર હકનાં થઈ ગયા,

જોઈ લીધો હુરે જ્યારે આપનો ચહેરો હુસૈન.

 

દર્દ દુનિયા દે મને તો હર ઘડી પઢતો રહું,

ત્યાગની તસ્બીહ સાથે સબ્રનો કલમો હુસૈન.

 

એના પર ચાલી, સફળ વિદ્વાન જગનાં થઈ ગયાં,

તેં જગતને જે બતાવ્યો સબ્રનો રસ્તો હુસૈન

 

કોણ છે જેણે ખુદાનો દીન ના મરવા દીધો,

કોઈ પૂછે કોક દિ તો બેધડક કહેજો, "હુસૈન."

 

જોશ આપે જ્હોન તો ઈબ્ને મઝાહિર હામ દે

શું જવાની દઈ ગયા છે આપનાં વૃદ્ધો હુસૈન.

 

એ પછી બોત્તેર ઉલીલ અલ્બાબ રોશન થઈ ગયા,

તેં શબે આશૂર જ્યારે ઓલવ્યો દીવો હુસૈન.

 

સબ્રની તલવાર તો શુક્રે ખુદાની બરછીયો,

લાખ પર ભારે પડ્યા છે આપના શસ્ત્રો હુસૈન.

 

ક્યારે અટકી જાય મૌલા શું ભરોસો શ્વાસનો ?

કરબલા ખાદિમને પણ બોલાવજો વ્હેલો હુસૈન.

 

હર ગુના એના પછી તો સાફ સુથરા થઈ ગયા,

સૈયદાનો હુરના માથે બાંધ્યો જો સાફો હુસૈન.

 

રંકથી મહારાજ તક હર દિલને જીતી લીધા છે,

કોણ કે છે કરબલામાં જંગ હારેલો હુસૈન.

 

પ્યાસને પૂછો કે કયાં મુશ્કિલ પડી,કહેશે તરત,

હાય રે છ માસનો એ આપનો દીકરો હુસૈન.

 

એ અમે અલ્લાહની રસ્સી રૂપે પકડેલો છે,

ઊતર્યો છે હિન્દમાં જે આપનો શજરો હુસૈન.

 

બે હસન છે, ચાર અલી છે ને મોહંમદ ચાર છે,

ચૌદ માઅસૂમોમાં કિન્તુ નઈ મળે બીજો હુસૈન.

 

ચાંદ માફક તારો નોકર થઈ જગે ચમકે "કલીમ",

આપ એને કરબલાના જ્હોનનો સદકો હુસૈન.

 

મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો