بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
જિંદગીભર કરબોબલા ગમ છે દિવસ રાત હુસૈન,
ઝિક્ર તારો ચમન,સદન,ભુવન,
ગગન વાત હુસૈન.
રંગ અને રૂપનો ના ફર્ક કર્યો કરબોબલા,
મોતી બધાં હકનાં લીધાં ના તેં જોઈ જાત હુસૈન.
આશ લઈ આવે અને રડતો રાહીબ જાય ભલા ?
એકની જયાં ખોટ હો ને આપે પીસર સાત હુસૈન.
જિંદગી પણ કહેતી રહી મરહબા અય ઈબ્ને અલી,
થઈને અમર આપી દીધી મોતને તેં મ્હાત હુસૈન.
જગમાં બીજો કોઈ ના જે તારા સમો સજદો કરે,
સજદામાં સર આપી દીધું પાડી અજબ ભાત હુસૈન.
હકને માટે ભાઈ, ભેરુ, બાળ દીધાં ,શીશ ધર્યું,
કિન્તુ કદી જૂઠની તેં માની નહીં વાત હુસૈન.
જિંદગીભર તારો "કલીમ",તારું કવન કરતો રહે,
કરતી રહે મારી કલમ તારો વલોપાત હુસૈન.
મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો