body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

બુધવાર, 9 સપ્ટેમ્બર, 2020

ખુદાનું લશ્કર



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ




હુસૈન હક છે ને હકને માટે લડી રહ્યું છે ખુદાનું લશ્કર,
ખુદાની રાહે જેહાદે અકબર કરી રહ્યું છે ખુદાનું લશ્કર.

હુસૈન ઈબ્ને અલીની પાસે અમૂલ્ય બોત્તેર બાહુબળ છે,
કે લાખો ઉપર સદાય ભારે પડી રહ્યું છે ખુદાનું લશ્કર.

ખુદાના દીંને બચાવવાને સબરના શસ્ત્રોને સાથ રાખી,
કે મોતને મધની જેમ માનીને પી રહયું છે ખુદાનું લશ્કર.

કદી અજવાસ ફિકો પડશે ચમકતાં રહેશે રવિની માફક
મોતી કરબોબલાના રણમાં મઢી રહ્યું છે ખુદાનું લશ્કર.

ખુદાના બોત્તેર વીર સામે છૂટી ગયા લાખના પસીના,
સહીને જખ્મો ને પ્યાસ વેઠી, હસી રહ્યું છે ખુદાનું લશ્કર.

જિંદગીમાં ઝુક્યું છે મસ્તક, રહ્યું નીચું કઝા પછી પણ,
શહીદ થઈને સિનાં ઉપર જો ચઢી રહ્યું છે ખુદાનું  લશ્કર.

છે હકનું હામી, ને હકની હિંમત,ને હકનાં હથિયાર હાથમાં લૈ,
જો કુફ્ર માથે મરણ બનીને ભમી રહ્યું છે ખુદાનું લશ્કર.

"કલીમ" બોત્તેર વીર યોદ્ધા અમર કથાના બનીને લેખક,
નસીબ દીને નબીનું રણમાં લખી રહ્યું છે ખુદાનું લશ્કર.

"કલીમ" કરબલની કથાનું છે લોહીથી લાલ લાલ પાનું,
કે ચૌદ સદીઓથી સત્યસેવક બની રહ્યું છે ખુદાનું લશ્કર.

મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો