body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

સોમવાર, 17 ઑગસ્ટ, 2020

ઘર સૌના અઝાખાના બનશે



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

આવી છે મોહર્રમની મૌસમ ઘર સૌના અઝાખાના બનશે
છત પર રહેશે ગાઝીનો અલમ ઘર સૌના અઝાખાના બનશે

માટીના બનેલા આ ઘરની શું શાન વધે છે દુનિયામાં,
થાશે શબ્બીરનું ત્યાં માતમ ઘર સૌના અઝાખાના બનશે

શબ્બીર પહોંચશે કરબલથી ને શામથી આવશે બહેનો પણ,
મહેમાન બધા બનશે મોઘમ ઘર સૌના અઝાખાના બનશે

ઝહરાની દુઆઓના સદકે ઘર ખુલ્દ બની જાશે સૌના,
મહેકાશે કરબલની ફોરમ ઘર સૌના અઝાખાના બનશે.

કાસીમ અબ્બાસ અલી અકબર ને ઔન મોહંમદ ને અસગર,
હર એક શહીદનો કરવા ગમ ઘર સૌના અઝાખાના બનશે

રહેમત બરકત નેઅમત અઝમત અલ્લાહ બધી નાઝીલ કરશે,
ઝહરાની દુઆઓની છે કસમ ઘર સૌના અઝાખાના બનશે.

એ પ્યાસી સકીના ને અસગર સૌ પ્યાસા મુસાફરના સદકે,
સૌ પામશે કૌસરને ઝમઝમ ઘર સૌના અઝાખાના બનશે.

મનની જે મુરાદો હો મોમિન માંગી લેજો મકબુલ થશે,
હાજર રહેશે સક્કાએ હરમ ઘર સૌના અઝાખાના બનશે.

ઘરમાં જ બિછાવી ફર્શે અઝા, વૃદ્ધો બાળક યુવાન બધા,
બોત્તેરનું કરશે ગમ માતમ ઘર સૌના અઝાખાના બનશે.

છે જાનથી પણ અમને પ્યારી, શબ્બીર અઝાદારી તારી,
રોકાશે નહીં રહેશે કાયમ ઘર સૌના અઝાખાના બનશે.

ઝહરાનો કરમ છે અય "જાફર", વિશ્વાસ "કલીમ"નો કાયમ છે,
શબ્બીરનો ગમ રહેશે હર દમ ઘર સૌના અઝાખાના બનશે.

મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.

2 ટિપ્પણીઓ: