بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
સરકાર જગતની
થઈ જાએ બેકાર તમે જો આવો તો,
બાતિલનો સઘળો દૂર થશે અંધાર તમે જો આવો તો.
મુફલિસ ગરીબો
મિસ્કિનનો બસ આપ સહારો છો મૌલા,
મળશે એ સૌ દીન-દુખીયોને આધાર તમે જો આવો તો.
તોફાનમાં
દીનની નૌકા છે મઝધારમાં અટવાઈ આકા,
એ કશ્તી દીને એહમદની હો પાર તમે જો આવો તો.
શબ્બીરે
મ્યાનમાં કીધી'તી એ તેગ તમારી રાહ જુએ,
થઇ જાય
પરિતૃપ્ત એ પ્યાસી તલવાર તમે જો આવો તો.
આતુર અમારી
આંખોની એક આરઝૂ આપના આવનની,
થઈ જાય અલી ને અહેમદના
દીદાર તમે જો આવો તો.
અન્યાયની આંધી
છે મૌલા,છે આશ કે અમને ન્યાય મળે,
જોવો છે અલવી
અદાલતનો
દરબાર તમે જો આવો તો.
બાતિલના બાર
વગાડીને સરકાર બહારો બારની દો,
થઈ જાય
પ્રફુલ્લિત અહમદનો ગુલઝાર તમે જો આવો તો.
અબ્બાસ તમારી
રાહ જુએ એક્સઠ હિજરીથી આજ સુધી,
છે એકલો સક્ષમ
લઢવા એ
તૈયાર તમે જો આવો તો.
અગિયાર સદીથી
રાહ જુએ,બીમાર નયન થાક્યા પાક્યા,
આંખોને મળી
જાએ એનો
ઉપચાર તમે જો આવો તો.
દો ઇલ્મ
"કલીમ"ને મારેફત થઈ જાય તમારી તો આકા,
અશઆરમાં
કંડારે એ સૌ અસરાર તમે જો આવો તો.
ખાદિમહુસૈન
“કલીમ” મોમિન- વલેટવા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો