body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

ગુરુવાર, 23 એપ્રિલ, 2020

નારા હૈદરી લગાવ

છે અલીનો દિલમાં પ્યાર, નારા હૈદરી લગાવ
દિલને આવશે કરાર, નારા હૈદરી લગાવ

મુન્કિરોના દિલ બધાય, ચૂર ચૂર થઈ જશે
તેજ કર તું જીભ ધાર, નારા હૈદરી લગાવ

મુશ્કિલોનો તોડવો જો હોય તારે કૂહે તૂર
સ્હેજ પણ તું નાં વિચાર, નારા હૈદરી લગાવ

મુશ્કિલો પડી નબીને તો કહ્યું ખુદાએ કે,
આવશે દુલદુલ સવાર, નારા હૈદરી લગાવ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો