بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
શૂળી પર મરતો
નથી કે આગમાં બળતો નથી
સત્ય કાજે
જીવનારો મૌતથી ડરતો નથી.
કાતીબે તકદીર
છે મારો અલી બસ એટલે
ભાંજગડમાં હું
મુકદ્દરની કદી પડતો નથી.
મુર્તઝાના
મયકદાની મેં મદિરા મેળવી
ગટગટાવી જાઉં
છું હું ઘૂંટડા ભરતો નથી.
હું અલીના
આશીકોના કુળનો નોખો ફકીર
કોઈ બીજા
ઘ્વાર પર જઈને હું કરગરતો નથી.
બારના આધાર પર
જીવન ગુજારું છું "કલીમ"
હું બીજા કોઈ
*બારના આધાર પર જીવતો નથી.
ખાદીમહુસૈન
"કલીમ" મોમિન.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો