بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
પ્રથમ
અલ્લાહનો આભાર અલી શેરે ખુદા આવ્યા,
નથી જેની
દયાનો પાર અલી શેરે ખુદા આવ્યા.
થયો છે દૂર એ
અંધાર અલી શેરે ખુદા આવ્યા,
કહે છે કાબા
કે આભાર અલી શેરે ખુદા આવ્યા.
ખુદાએ ખુદ
કર્યો સત્કાર અલી શેરે ખુદા આવ્યા,
હસે છે કાબાની
દિવાર અલી શેરે ખુદા આવ્યા.
થશે ફિન્નાર
હવે કુફ્ફાર અલી શેરે ખુદા આવ્યા,
લઈને બેધારી
તલવાર અલી શેરે ખુદા આવ્યા.
દિલાવર ને સખી
દિલદાર અલી શેરે ખુદા આવ્યા,
છે ચારે કોર
જય જયકાર અલી શેરે ખુદા આવ્યા.
ઇલાહી જ્ઞાનના
ભંડાર અલી શેરે ખુદા આવ્યા,
મળ્યો સંસારને
ઉપહાર અલી શેરે ખુદા આવ્યા.
એ કાબામાં
ખુદાની કામિયાબીની કળી ખીલી,
થશે પૂરો હવે
ગુલઝાર અલી શેરે ખુદા આવ્યા.
યતિમો,મિસ્કીનોની ઝોળીઑ ખાલી નહીં રહેશે,
એ દુખીયાના
સખી સરકાર અલી શેરે ખુદા આવ્યા.
સલૂનીનો
સુખનવર એ અદાલત એની અલવી
છે,
ભરાશે ન્યાયનો
દરબાર અલી શેરે ખુદા આવ્યા.
હવે એક મૌત છે
મંઝિલ કે બચવાનો નથી રસ્તો,
કરે છે કોલાહલ
કુફ્ફાર અલી શેરે ખુદા આવ્યા.
ગદીરે ખૂમ,શબે હિજરત,ઓહદ કે જંગે
ખૈબરના,
ફકત એ હૈદરે
કર્રાર અલી શેરે ખુદા આવ્યા.
છે શૌહર
ફાતેમાના ને પિતા શબ્બીરો શબ્બરના,
રસૂલલ્લાહના
વારસદાર અલી શેરે ખુદા આવ્યા.
ખુદાનું દિલ, બધા રંગો, બધા અંગો
ઇલાહીના,
ખુદાના નૂરનો
ચમકાર અલી શેરે ખુદા આવ્યા.
લખાણો લોહ પર
જે કઈ થતાં’તા કાલ, એ સઘળા,
થશે ધરતી ઉપર
વ્યવહાર અલી શેરે ખુદા આવ્યા.
મનાવે જશ્ન
હુરોને ફરીસ્તાઑ ગગન ઉપર,
સજ્યા છે ધરતીએ
શણગાર અલી શેરે ખુદા આવ્યા.
જીવનને જિંદગી
એ આપશે જુગજુગ જીઓ કહીને,
કે મળશે મૌતને
પણ માર અલી શેરે ખુદા આવ્યા.
ખુદાનો હાથ છે
એ સર્વદા જીતે ફકત જીતે,
નથી જેની
લૂગતમાં હાર અલી શેરે ખુદા આવ્યા.
ગયો ક્યાં
તારો એ ફાંકો,
ચડી ચૂપ થઈને કાં બેઠો ?
હવે લે ફેંકને
પડકાર અલી શેરે ખુદા આવ્યા.
થયું એને કે
લાવો જોઈ આવું મારૂ સર્જન હું,
ને ઉતર્યા
કાબામાં સરકાર અલી શેરે ખુદા આવ્યા.
નહિતર ઘરનો
માલિક ક્યાંયના રેહવા નહીં દેશે,
બુતો બોલ્યા
ચલો લ્યા બ્હાર અલી શેરે ખુદા આવ્યા.
સિરાત ઉપર *“કલીમ”* ઊભો’તો હું એ પાર જાવા, ને,
મને લઈ જાવા
પેલે પાર અલી શેરે ખુદા આવ્યા.
ખાદિમહુસૈન
“કલીમ” મોમિન- વલેટવા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો