અલી આવ્યા ને ધરતીએ સજ્યા શણગાર આ હા હા
ચિરાઈને કરે કા'બાની એ દીવાર આ હા હા
કહે કા'બા કે તોડી નાખશે જૂઠા ખુદાઓને
હવે ઉતરી જશે બુતોનો સઘળો ભાર આ હા હા
અલીની તેગથી રણમાં પડે સર મેઘની માફક
મલેકુલ મોત પઢશે મોતનો મલ્હાર આ હા હા
ધ્રુજે લાખોનું લશ્કર લાફતાના લાલ લોચનથી
ન કોઈ તીર, ના તલવાર, ના હથિયાર, આ હા હા
હુસૈની દીલમાં આખી જિંદગી લઈ કરબલા જીવે
કે ધડકે હર પળે બોત્તેરનો ધબકાર આ હા હા
અલીએ મરહબો અંતરને કીધા ભોંય ભેગા તો
ઉઠાવી હાથ બોલ્યા અહમદે મુખ્તાર આ હા હા
ફરિશ્તાઓ ને નબીઓ પણ અહીં આવી બને ઝવ્વાર
અજબ જોયો અલમબરદારનો દરબાર આ હા હા
અલીની મદ્હમાં જ્યારે "કલીમે" જીભ ખોલી તો
પુકારી ખુદ ઉઠ્યા'તા મીસમે તમ્માર આ હા હા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો