body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

ગુરુવાર, 23 એપ્રિલ, 2020

આપની

“મીસમે મહદી” બનું જો હો ઇનાયત આપની
મૌજ મારે દિલ મહીં મૌલા મોહબ્બત આપની

બાગે નરજિસથી ખબર લાવી રહ્યો શીતળ પવન
પંજેતન ખુશ છે કે થઇ મહદી વિલાદત આપની

જન્નતોમાં જશ્ન છે ઝૂમી રહી છે કાયનાત
ખુદ ખુદા ઉજવી રહ્યો જશ્ને વિલાદત આપની

રૂહને ઠંડક, ચૈન દિલને ને મળે આંખોને નૂર
હર અઝાદારોને થઇ જાએ ઝિયારત આપની

જુલ્મ, અત્યાચાર, ખૂં રેજી, બગાવત ક્યાં સુધી
હર ઘડી, હર હાલમાં છે બસ જરૂરત આપની

હો કઝાની બાદ ત્રણસો તેરમાં મારો શુમાર
થાય ખિદમત આપની ને થાય નુસરત આપની

હું “કલીમે મુન્તઝિર” છું, તૂરનું મુજને શું ભાન?
એટલી હસરત છે દિલમાં જોઉં સૂરત આપની

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો