body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 12 એપ્રિલ, 2020

તેગ ચલાવે છે


 
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ 

તલવાર કોઈ, ખંજર કોઈ, કોઈ ભાલા તેગ ચલાવે છે,
અબ્બાસ ઈશારે આંખોના લશ્કરને ધૂળ ચટાવે છે.

ખૈબરમાં અલીએ જે રીતે ખૈબરને ઉઠાવ્યો એ રીતે,
એક શેર અલીનો આવે છે ખોબામાં નીર ઉઠાવે છે.

બે લાખનું લશ્કર હોય ભલે બે પળમાં રાખ કરી જાણે,
અબ્બાસ અલીનો શેર અગર મેદાનમાં તેગ ઉઠાવે છે.

માથા જુદા, ને ધડ જુદા, કઈ હાથ જુદા, કઈ પગ જુદા,
ઝહરાનો શેર જો જંગે ચઢે, આકાશ ને પણ ધ્રુજાવે છે.

હૈદરનો રાજકુંવર છું હું, ઝહરાની અભિલાષા છું હું,
જેના ઘરના ઘ્વાર ઉપર જીબ્રિલ અમી પણ નાઝ ઉઠાવે છે.

મને મોતની ધમકી ના આપો, હું એ ઘરનો છું વીર સપૂત,
જ્યાં મૌત ઇજાજત લઈ દર પર મસ્તકને ઝુકાવા આવે છે.

દુનિયાની પડોઝણમાં છું ખુદા તને યાદ નથી કરતો આ "કલીમ"
તો પણ છે મહેરબાની તારી જીવન સુંદર તું બનાવે છે.

ખાદિમહુસૈન કલીમમોમિન- વલેટવા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો