بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
અય હુસૈન
ઈબ્ને અલી ઝહરાના દિલબર અસ્સલામ
અય શહે
કરબોબલા સીબતે પયમ્બર અસ્સલામ
દીને અહેમદના
ચમનનું ખૂનથી સિંચન કર્યું,
રણ હતું
કરબોબલા એક એને તે ઉપવન કર્યું.
અંબિયા મુર્સલ
કહે છે હર પયમ્બર અસ્સલામ.
હકની તું
બુનિયાદ છે હકની ગવાહી છે હુસૈન
હર દિલો પર આજ
તારી બાદશાહી છે હુસૈન
સત્યના સેવક
ને માનવતાના રેહબર અસ્સલામ
સાંભળીને
કરબલાની એ કથા તારી હુસૈન
હશ્રનો માહોલ
સર્જે છે વ્યથા તારી હુસૈન
આંખથી ટપકી
કરે આંખોના ગૌહર અસ્સલામ
ક્યાંક
અકબરનું જીગર અસગરની ગરદન છે હુસૈન
ધર્મમાં ધડકે
જે હરદમ તારી ધડકન છે હુસૈન
દીન માટે છે
નિરાળું તારું ઘડતર અસ્સલામ
કરબલાની ખાકને
ખાકે શિફામાં ફેરવી
નાદુરસ્ત
ઇસ્લામેં ત્યાંથી તંદુરસ્તી મેળવી.
લાઈલાહાની સદા
છે તુજથી હર ઘર અસ્સલામ.
ચૌદસો વર્ષો
થયા તારી શહાદતને હુસૈન,
શી રીતે ભૂલે
જમાનો તારી મહેનતને હુસૈન.
ઘર લૂંટાવ્યું, સર કપાવ્યું દીને હક પર અસ્સલામ.
મૌતને તે
જિંદગીમાં ફેરવી દીધી હુસૈન
મૌત ખુદ હેરાન
થઈને મરહબા બોલી હુસૈન
અય સખી ઈબ્ને
સખી અય ઈબ્ને હૈદર અસ્સલામ.
છે શહાદતના
ગગનનો તું જ સૂરજ અય હુસૈન
તેજ હકને આપે
કરબલની રજે રજ અય હુસૈન.
પ્યાસને તારી
કરે છે હોજે કૌસર અસ્સલામ.
અર્શ પણ આંસુ
વહાવી ગમ મનાવે છે હુસૈન,
અશ્કથી ફર્શે અઝાને તર બનાવે છે હુસૈન.
ખાક, પથ્થર, રણ કરે છે હર
સમંદર અસ્સલામ
કરબલાની
પાઠશાળાથી સબક લે જો "કલીમ"
સબ્ર જોહદ
ત્યાગ તકવાને
દિલે ધરજો
"કલીમ"
કહેશે ખુદ
શબ્બીર તમને રોજે મેહશર અસ્સલામ.
ખાદિમહુસૈન
“કલીમ” મોમિન- વલેટવા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો