આખેરતનો થાય બંદોબસ્ત એથી મોમિનો
ખુદ ખુદા આપે છે સૌને દાવતો રમઝાનમાં
યાદ આવે છે શહીદે કરબલાની પ્યાસની
તો મોહર્રમ જેવી લાગે સૂરતો રમઝાનમાં
ફાતેમાના પાક ખોળે ને નબીના દિલ ઉપર
અર્શ પરથી ઊતરે છે રહેમતો રમઝાનમાં
રૂહ રોઝો રાખી તાજી રહી શકે એથી જ તો
આલે અહમદની કરું છું મિદ્હતો રમઝાનમાં
જગથી બદલો માંગ ના મહેશરમાં મજરે આવશે
તું કરે છે મદ્હની જે મહેનતો રમઝાનમાં
અસગરે બેશીરના સદકે ખુદા તુજને "કલીમ"
દે દે રોઝા રાખવાની કુવ્વતો રમઝાનમાં
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો