body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

સોમવાર, 13 એપ્રિલ, 2020

દાવતે ઝૂલ અશીરા


બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

ખુદાનું થઈ ગયું ફરમાન રસૂલલ્લાહને આયતમાં,
સગાંને દો નિમંત્રણ આપ દીને હકની દાવતમાં,

થઈ નાઝિલ જો આયત તો રસૂલુલ્લાહે ફરમાવ્યું,
કરો તૈયાર ભોજન આજ હૈદર સૌની ખિદમતમાં.

ફક્ત એક આદમી પૂરતું હતું જે પણ હતું ભોજન,
જમ્યા ભરપેટ ચાલીસ જણ બિસ્મિલ્લાહની બરકતમાં.

કહે ખુત્બામાં એહમદ કે અઝાબે રબથી ડરતા રહો,
બૂરો જાશે જહન્નમમાં, હશે જે નેક જન્નતમાં.

એ બનશે જાનશીં મારો ભાઈ મારો, વસી મારો, 
અહીં છે કોણ એવો સાથ જે આપે હિદાયતમાં.

થયા લબ્બેક હૈદર ઝુલ અશીરાની એ દાવતમાં,
 ગવાહી આટલી કાફી નબીને બસ નબુવ્વતમાં.

રસૂલે હાથ ગરદન પર અલીની રાખી ફરમાવ્યું,
 વિતાવી દો તમે જીવન ફક્ત આની ઇતાતમાં.

કે એના હાથ તૂટવાના કરે નાઝિલ ખુદા સૂરો,
 રસૂલલ્લાહની સામે જે ઊતરે છે બગાવતમાં.

અલીના આશિકોને આપદાથી સર્વદા મુક્તિ, 
અલીના દુશ્મનો કાયમ રહે છે બસ મુસીબતમાં.

સદાય સાથ છે હૈદર મોહંમદની રિસલતમાં,
 ઓહદમાં, ઝુલ અશીરામાં, ને ખૈબરમાં, ને હિજરતમાં.

ભલામણ લઈ જજે બસ તું અલીના ઇશ્કની "ખાદિમ",
શફાઅત થઈ જશે તરત જ પછી જોજે કયામતમાં.

મોમિન ખાદિમહુસૈન (વલેટવા)

"ઝિક્રે વિલાયત"- તરહી મુશાયરા ઈદે ગદીર, મેતા, ૨૩-૧૦- ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો