body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 12 એપ્રિલ, 2020

ટહુકાર કરે




بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ



બાગોમાં બહારો ફૈલાઇ કોયલ મધુરમ ટહુકાર કરે,
ઝહરાના લાલના સ્વાગતમાં મખલુકે ખુદા સત્કાર કરે.

હું ભુલ્યો નથી, ભૂલવાનો નથી કરબલના વિરોને કારણ કે,
ધડકન મારી પ્રત્યેક પળે બોત્તેર વખત ધબકાર કરે.

ફીતરૂસનો કદી, રાહીબનો કદી, નબીઓનો કદી, ને હૂરનો પણ
ઇન્સાન મલકને પયગમ્બર પ્રત્યેકનો બેડો પાર કરે.

ખાદીમહુસૈન "કલીમ" મોમિન.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો