بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
છે રમઝાન
નેઅમતનો રહેમતનો મહિનો,
ખુદાના કરમનો, છે બરકતનો મહિનો.
ઋતુ આ
મહિનામાં કુરઆનની છે,
સૂરાઓનો મહિનો
છે આયતનો મહિનો.
મળે નેકીઓ ને
ગુનાહ માફ થાએ,
છે મોમિનના
માટે આ રાહતનો મહિનો.
હર એક શ્વાસ
તસ્બીહ છે એને માટે,
છે રમઝાન હર
પળ ઈબાદતનો મહિનો.
શયન પણ
ઈબાદતમાં શામિલ કરે છે,
ખુદાની છે
ચાહત ને ઉલ્ફતનો મહિનો.
ગરીબોનું પણ
ધ્યાન ધરજે હે મોમિન,
દયા રાખ છે આ
મોહબ્બતનો મહિનો.
ફરિશ્તા દિવસ
રાત કરશે દુઆઓ,
છે મોમિનને
માટે ફઝીલતનો મહિનો.
હજારો ગુનાહો
થશે માફ પળમાં,
કરે કેમ ના ? રબની રહેમતનો મહિનો.
ખાદિમહુસૈન
“કલીમ” મોમિન- વલેટવા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો