بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
ઇન્સાનની
બુદ્ધિથી બાહર,અલ્લાહના ઇલ્મની અંદર છે,
છે કોણ ફકત એક
જ હસ્તી એ હૈદર છે એ હૈદર છે.
સુરજને ઈશારો
આપે તો સુરજને ઊભા રેહવાની ફરજ
ડૂબેલો હોય તો
વાજીબ છે એના હુકમે ફરી ઉગવાની ફરજ
બસ એના એક
ઇશારામાં આકાશ - જમીનના ચક્કર છે.
એના બચ્ચાને
જો ઈદ ઉપર કપડાની મરજી થઈ જાએ
જન્નતથી
ફરિશ્તા લઈ આવે મામૂલી દરજી થઈ જાએ.
એ અર્શે બરીના
રેહવાસી એના ઘરના નૌકર ચાકર છે.
એ અસદુલ્લાહ એ
અયનુલ્લાહ એ વજહુલ્લાહ એ સૈફુલ્લાહ
એ કૂન ફયકૂનનો
માલિક છે બસ એજ છે બાએ બિસ્મિલ્લાહ
હર એક સિફત
અલ્લાહની વળી એના તૌર તરીકા તેવર છે.
જો નુહ પર આફત
આવે તો એ કશ્તી પાર લગાવી દે,
જો આગમાં હોય
ખલીલૂલ્લાહ એ આગને બાગ બનાવી દે.
બસ એના સહારે
નબીઑને હર એક પયમ્બર નિર્ભર છે.
કૂફાના મિમ્બર
પર બેસી એ ચૌદ ભુવનને ભાળે છે,
છે સર્વ
ખુદાના સર્જન પણ આ એક બધુ સંભાળે છે.
એના સજદાથી જ
તો કાયમ છે આવાજ જે અલ્લાહુ અકબર છે.
એક આંખના
પલકારામાં બસ સૌ આલમની એ સૈર કરે,
એની ઈચ્છા થાય
ને એ રીતે એ સૌ વસ્તુ જાહેર કરે.
જિબ્રીલનો એ
ઉસ્તાદ રહ્યો ને ખીજ્રનો પણ એ રહબર છે.
ઝૂલામાં ઝુલતા
ઝુલતા તો અજગરના કરી દે શ્વાસ અદ્ધર,
એક ઝર્બ કરી
દે એની બપા દુશ્મનના કલેજામાં મેહશર.
ને જામ ધરી દે
કાતિલને એ હેત હદયની અંદર છે
આરંભથી લઈને
અંત સુધીના સર્વ એ દ્રશ્યો જાણે છે,
અલ્લાહના
રાઝનો મેહરમ છે એ સઘળા રહસ્યો જાણે છે.
પૂછો એને જે
પૂછવું હો હર એક સવાલના ઉત્તર છે.
અલ્લાહના સઘળા
કામોને એ એના હાથમાં રાખે છે,
મોમિનને જન્નત
આપે છે,દુશ્મનને નારમાં નાખે છે.
આ મૌત ને જીવન
કઈ જ નથી એના પગની કેવળ ઠોકર છે.
આદમમાં જ્યારે
દમ ન્હોતો એ ત્યારથી શ્વાસો ભરતો’તો,
એ લાખ
પ્રકારના પરદામાં અલ્લાહની તસ્બિહ કરતો’તો.
આદમનો સર્જક એ
પોતે,
એ સર્વ પ્રથમ ને આખર છે.
અલ્લાહના મહાન
ફરિશ્તાઑ એના દરવાજે દરબાન રહે,
એના ઘરના નોકર
ચાકરની વાતોમાં પણ કુરઆન રહે.
નબીઓથી મહાન
એના સાથી સલમાન,અબૂઝર,કંબર છે.
કૂફાના મિંબર
પર બેસી એ સૌને સલૂની બોલે છે,
એની આંખની
સામે સૌ દ્રશ્યો એ સઘળા રહસ્યો ખોલે છે.
પૂછો જે કઈ પણ
પૂછવું હો હર એક સવાલના ઉત્તર છે.
ચાલીસ દિવસ
વીતી જાયે મરહબની સામે કૌણ ખપે ?
મુશ્કેલ સમય
પર એહમદ પણ ત્યાં નાદે અલીનો જાપ જપે.
હર જંગમાં
એહમદનો સાથી,એ મર્દ જે ફાતહે ખૈબર છે.
સુરજમાં કિરણ,તારામાં ચમક, ફૂલોમાં રંગો ભરનારો,
અલ્લાહની સઘળી
મખ્લુકને એ એક છે રોજી દેનારો.
મેહશરમાં
હિસાબ એ ખુદ લેશે,જે ફાતેમા ઝહરાનો શૌહર છે.
એના હાથમાં
સદીઓ સદીઓથી કુદરતનો કારોબાર રહ્યો,
અહેસાન કરોડો
એવા કર્યા જેનો ઋણી
સંસાર રહ્યો.
મેરાજમાં સાથી
એહમદનો,
બિસ્તર પર એ પયગંબર છે.
એ નૂર છે એવું જેનાથી મૂસાએ હિદાયત પામી છે,
કઈ કેટલા
નબીઓએ એની રેહમતથી હૂકુમત પામી છે.
એના ઈશ્કના
સાગરમાં ડૂબી કોઈ વલીઓ,કુતુબ,કલંદર છે.
જો નહજે બલાગા
ખોલો તો કુરઆનના સુરા યાદ આવે,
કુરઆનની આયત
આયતમાં એ નેહજે બલાગા યાદ આવે.
હર એક કિતાબનો
એ આલીમ,અલ્લાહના ઇલ્મનો સાગર છે.
દીવાલ જે ચીરી
કા'બાની અલ્લાહના ઘરને ઈજ્જત દે
એ ઝાત ધરાવે
છે ક્ષમતા કે એના “કલીમ”ને એક છત દે
જે આપનો ખાદીમ
છે મૌલા જે આપની આલનો શાયર છે
મોમિન
ખાદિમહુસૈન ગુલામમોહંમદ “કલીમ” (વલેટવા)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો