بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
રેહમતોની થાય
છે ઝરમર સદા રમઝાનમાં,
કરજે તારા
રબથી મોમિન તું વફા રમઝાનમાં.
માંગ એની
રેહમતો એની દયા ભરપૂર છે,
રદ નથી થાતી
કદી કોઈ દુઆ રમઝાનમાં.
પ્યાસને કારણ
જો મારા હોઠ સૂકા થાય તો,
યાદ આવી જાય
ત્યારે કરબલા રમઝાનમાં.
ઊંઘ રોઝેદારની
પણ છે ઈબાદતમાં ગણી,
શ્વાસ પણ
તસ્બીહમાં ગણશે ખુદા રમઝાનમાં.
આ મહિનામાં
ખુદા કુરઆનને નાઝીલ કરે,
ને અલીના ઘેર
આવે મુજતબા રમઝાનમાં.
કોઈ ભૂખ્યો
હોય એને અન્ન પૂરું પાડજે,
તું કરી દેજે
બધાયે હક અદા રમઝાનમાં.
તારા દિલ પરથી
ગુનાનો બોજ હળવો થઈ જશે,
દુર કરજે
કોઈના દિલની વ્યથા રમઝાનમાં.
ખાદિમહુસૈન
“કલીમ” મોમિન- વલેટવા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો