body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 12 એપ્રિલ, 2020

લઈને આવ્યો છું

હુસૈની વિરલાઓની કહાની લઈને આવ્યો છું
કરો મંથન કથા કરબોબલાની લઈને આવ્યો છું.

નહીં હિંમત રહે કંઈ કબ્રમાં પૂછનારની કારણ,
કે છાતી પર હું માતમની નિશાની લઈને આવ્યો છું.

હરખતા હોઠે હૂર પણ હશ્રના મેદાનમાં કહેશે,
હું ચાદર મસ્તકે માં ફાતેમાંની લઈને આવ્યો છું.

હજી પણ આપે છે ખુશ્બુ બહત્તર કરબલાના ફુલ,
કદી કરમાય ના એ ફુલદાની લઈને આવ્યો છું.

હર એક મિસરાથી જન્નતને ખરીદી વેચી મારું છું,
કે હું બહેલોલ દાનાની દિવાની લઈને આવ્યો છું.

નશો છે ઇશ્કે હૈદરનો પીવો આ શુદ્ધ સુરા હું,
ઝહીરે જાફરીના મયકદાની લઇને આવ્યો છું.

હુસૈનો મીન્નીનું મંથન કર્યું છે એટલે તો હું,
હુસૈન ઈબ્ને અલીની નાત ખ્વાની લઈને આવ્યો છું.

નહિ બાળી શકે મુજને ખુદા દોઝખની જ્વાળાઓ,
ગમે શબ્બીરની હું અશ્કદાની લઈને આવ્યો છું.

પઢયો જો મેં કસીદો કબ્રમાં મુનકર નકીર બોલ્યા,
શફાઅત મરહબા તું સો ટકાની લઈને આવ્યો છું.

"કલીમે કરબલા"




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો