body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 12 એપ્રિલ, 2020

તારા ભરોસે યા હૈદર

જીવનને ટકાવી રાખ્યું છે એક તારા ભરોસે યા હૈદર
બેફિકૃ બનાવી રાખ્યું છે એક તારા ભરોસે યા હૈદર.

દુઃખોએ દબાવી નાખ્યો છે, છે ભાર છતાંએ જીવું છું
મેં દર્દ દબાવી રાખ્યું છે એક તારા ભરોસે યા હૈદર.

દિલમાં છે રંજ ને પીડાઓ, ભરમાર મુસીબતની છે પડી
એક હશ્ર ઉઠાવી રાખ્યું છે એક તારા ભરોસે યા હૈદર.

છે મારું મરણ તારા હાથે જીવું તો જીવન જીવાય નહિ
મૃત્યુને મનાવી રાખ્યું છે એક તારા ભરોસે યા હૈદર.

જીવનની રાહમાં યા હૈદર પીડાનો પથિક છું પીડાનો
આંસુને છુપાવી રાખ્યું છે એક તારા ભરોસે યા હૈદર.

ક્યારેક તો મળશે ને મંઝિલ એ આશ લગાવી ચાલુ છું
મેં મનને મનાવી રાખ્યું છે એક તારા ભરોસે યા હૈદર.

પીડાની રાત પછી ઉગશે એક સૂરજ સુખનો નક્કી છે
સપનું એ સજાવી રાખ્યું છે એક તારા ભરોસે યા હૈદર.

બેચેન છું,બેબસ છું,બેઘર,બેજાર છું દુનિયાથી મૌલા
જીવનને નિભાવી રાખ્યું છે એક તારા ભરોસે યા હૈદર.

પ્રત્યેક પળો મારી મૌલા કાયમ જાણે છે તું કેવળ
મેં દિલને તપાવી રાખ્યું છે એક તારા ભરોસે યા હૈદર.

જાણે છે તું એથી જ હવે આગળ કંઈ લખવું છે જ નહીં
બસ મૌન ઉઠાવી રાખ્યું છે એક તારા ભરોસે યા હૈદર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો