body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

ગુરુવાર, 23 એપ્રિલ, 2020

ફીતરસ

મુકદ્દરનું ન ચાલ્યું જોર ઝહરાના દુલારા પર
મળ્યા ફિતરસને બાલો પર ફકત એના ઇશારા પર

ધરા પરના આ અદના માનવીની વાત શું કરવી?
ફરિશ્તાનું ય જીવન છે ફકત એના સહારા પર

ઇબાદત વર્ષો લગ કીધી, શિફા તો પણ નહીં દીધી
હતો આધાર ફિતરસનો હવે હૈદરના પ્યારા પર

જુઓ ફિતરસ કહે કે એ જ તારણહાર છે મારો
મને લઇ જાઓ ઔ જિબ્રિલ! સરવરના ઉતારા પર

કરી જો સ્પર્શ કાયા પારણે, ચિંતા ટળી ગઈ સૌ
રહમ શબ્બીરે કીધી તેની કિસ્મતના સિતારા પર

અમી નજરોથી સરવરની, થયો ઉદ્ધાર ફિતરસનો
કરમના ફૂલડાં વરસ્યા એ આંસુ સારનારા પર

હજારો દાખલા આપું અનોખી મહેર વરસાવે
હુસૈન ઇબ્ને અલી, તકદીરથી હારી જનારા પર

મળ્યા રાહિબને દીકરા, હુરને કિસ્મત, બાલ ફિતરસને
દયા કરતા રહ્યા શબ્બીર, દ્વારે આવનારા પર

નબીથી માંગનારાને હુસૈને સાત દઈ દીધા
અય રાહિબ! કેવી સરવરની કૃપા દ્રષ્ટિ છે તારા પર

છે “ખાદિમ” તારી જીવન નાવનો નાવિક ફકત શબ્બીર
કયામતમાં એ તારી નાવ લઇ જાશે કિનારા પર.

તરહી મુશાયરા-યૌમે નજાત, કાકોશી, ૩ શાબાન,૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો