body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

બુધવાર, 29 એપ્રિલ, 2020

બરકતની મૌસમ



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

છે રેહમતની રાહતની બરકતની મૌસમ,
આ રમઝાન મોમિન ઈબાદતની મૌસમ.

નબીને મળ્યું'તું આ મહિનામાં કુરઆં,
છે હર  આયતોની, તિલાવતની મૌસમ.

બહારો સવાબોની પથરાઈ ગઈ છે,
ઉતાવળ તું કર છે ફઝીલતની મૌસમ.

શબે કદ્ર સૌ રાતની રાતરાણી,
તહારત, મોવદ્દત ને અઝમતની મૌસમ.

કરે ખુદ નબી પણ આ મૌસમની મિદહત,
અજબ છે ખુદાથી કરાબતની મૌસમ.

આ મહિનામાં આવે હસન મુજતબા તો,
કહું કેમ ના છે ઇમામતની મૌસમ.

દુઆ કર તું બે હાથ જોડીને મોમિન,
થશે પૂરી ઈચ્છા, છે  કિસ્મતની મૌસમ.



ખાદિમહુસૈન "કલીમ" મોમિન.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો