બાતિલની ઇબ્ને હૈદરે બૈઅત કરી નથી
મઝહબની એટલે તો ઈમારત બળી નથી
રાહિબ કહે છે જઈને સુધારો કરો હુસૈન
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી
ડૂબાવી દઉં છું વિશ્વને સરવરના ગમ થકી
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી
છે ઇન્તેજાર એનો કે મહદીનું હો મિલન
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી
અલ્લાહની કિતાબને કોઈ અમલ નથી
સારું થયું કે કોઈ મનુજે લખી નથી
મઝહબની એટલે તો ઈમારત બળી નથી
રાહિબ કહે છે જઈને સુધારો કરો હુસૈન
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી
ડૂબાવી દઉં છું વિશ્વને સરવરના ગમ થકી
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી
છે ઇન્તેજાર એનો કે મહદીનું હો મિલન
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી
અલ્લાહની કિતાબને કોઈ અમલ નથી
સારું થયું કે કોઈ મનુજે લખી નથી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો