body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

બુધવાર, 15 એપ્રિલ, 2020

ગદીરમાં.


થઈ ગઈ છે ઇમામતની વિલાદત ગદીરમાં
સોંપે નબી અલીને વિલાયત ગદીરમાં

જન્નતથી પણ વિશેષ છે રંગત ગદીરમાં
થઈ ગઈ ગદીરમય બધી કુદરત ગદીરમાં

એને ઉઠાવ્યા જેણે છે ખૈબરને ઉઠાવ્યો
સંસાર! જો નબીની તું કુવ્વત ગદીરમાં

નહ્જુલ બલાગા ઉઠ્ઠી છે કુરઆનના હાથે
હૈદરની જોઈ શાન ને શૌકત ગદીરમાં

મનકુન્તોની મિઠાશ છે અહમદના હોઠ પર
પીવડાવે છે વિલાયતી સરબત ગદીરમાં

બાતિલના બાર વાગશે, છે બારની કસમ!
ઉતરી છે ભરબપોરે જો આયત ગદીરમાં

છે વાત ખરી કરબોબલા તક એ પહોંચશે
દાવતથી લઈ જે આવ્યા અદાવત ગદીરમાં

મત કર રમત થા સહેમત એલાનથી જરા
બેમત નથી કે ઉતરી છે રહેમત ગદીરમાં

બાદે ઝહૂર કરવાને મિદ્હત ગદીરની
કરશે મિસમ "કલીમ"નું સ્વાગત ગદીરમાં

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો