body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

ગુરુવાર, 23 એપ્રિલ, 2020

ઝુલ્ફિકાર

શાહે મર્દાં શેરે યઝદાં કુવ્વતે પરવરદિગાર
લાફતા ઇલ્લા અલી લા સૈફ ઇલ્લા ઝુલ્ફિકાર

ગૂંજતો બંને જહાનોમાં સદા મારો પ્રચાર
અર્શ પરથી ઊતરી છું હું અલીની ઝુલ્ફિકાર

કેટલી સદીઓની સદીઓ મેં વિતાવી અર્શ પર
હુસ્ને યૂસુફથી નિરાળું નૂર મારું બેશુમાર

જંગે ઓહદમાં અલીના હાથ પર નાઝિલ થઇ
મર્તબો કુરઆન જેવો મારો પણ છે શાનદાર

મ્યાનમાંથી નીકળી તો જીત લઈને નીકળી
જોઇને મકતલમાં મુજને મોત થાતું બેકરાર

કુફ્ર સામે જયારે જયારે પણ લડાઈ થાય છે
હમસફર રાખે છે મુજને હર ઘડી દુલદુલ સવાર

છે હવાથી પણ વધુ રફ્તાર મારા વારમાં
ખુશ થતા લાખો નબીઓ જોઇને મારો પ્રહાર

હર લડાઈમાં સદા હું સાથ હૈદરની રહી
જીત રાખી મુર્તઝાની મેં સદાયે બેકરાર

હું જ હર એક દૌરમાં સૌની મદદ કરતી રહી
આદમો, ઈસાઓ મૂસા સૌની છે બસ એક જ પુકાર

હર કદમ કુરઆન ને ઇસ્લામનું રક્ષણ કર્યું
હું ખુદાના શેરનો પામી છું એવો એતબાર

ખુશ કદી હું ખૈબરો ખંદક ને ઓહદ જીતથી
ને રહું છું કરબલાના ગમમાં હર દમ સોગવાર

છે “કલીમ” તારા જીવનનો એક સહારો યા અલી
દુઃખના ડુંગર તૂટી જાશે રાખ એનો એતબાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો