માથું કૂટે છે લશ્કરે કૂફ્ફાર શુ કરીએ?
જંગે ચઢ્યો છે શેર અલમદાર શું કરીએ?
આંખોમાં એની ગૈઝ, નજર તેજ ધારદાર
બુઠ્ઠા બન્યા છે જંગના હથિયાર શું કરીએ?
સૌ કોઈ ખાનગીમાં કરે ગુફ્તગુ કરે!
આવી ગયા છીએ અહીં બેકાર શું કરીએ?
વિફર્યો જો શેર તો કહે કુફ્ફારનું લશ્કર
આ પાર ભાગીએ કે પેલી પાર શું કરીએ?
જોઈ ચમક-દમક રૂખે અબ્બાસની કહે
આંખોમાં સૌને આવે છે અંધાર શું કરીએ?
આ શેર સામે લડવાને લાખોની છે જરૂર
ને ઉમરે સાદ મોકલે બે ચાર શું કરીએ?
બચવાનો મેળ નઈ પડે ભાગીશું તો ય પણ
જંગે ચઢ્યા તો થઈ જશું ફિન્નાર શું કરીએ?
શીમ્રે કહ્યું કે ડૂબી મરો જઈ ફુરાતમાં
કોઈએ પૂછ્યું જઈને કે સરકાર શું કરીએ?
જઈને ફુરાતમાં અમે સંતાઈએ છે તો
મૌજો ઉછાળી ફેંકી દે છે બ્હાર શું કરીએ?
ચલ જાતે જઈને શીમ્રને કહીએ કે જંગ કર
સરદાર આળસુનો છે સરદાર શું કરીએ?
તડબૂચ જેમ કાપી દે એક વારમાં એ સર
ખાલી જતો ન કોઈ એનો વાર શું કરીએ?
પ્યાસો છે એનો ગૈઝ તો મહેશરથી કમ નથી
છે ખૂન પ્યાસી એની આ તલવાર શું કરીએ?
કોઈ કહે કે ભાગો, કહે કોઈ છૂપી જાઓ
આપસમાં સૌને થઈ ગઈ તકરાર શું કરીએ?
શુક્રે ખુદા કરું કે હું શુક્રે જરી કરું?
મારી ઉપર છે બેઉના ઉપકાર શું કરીએ?
હું ચૂમાવાને નીકળેલો તારી ઝરીહ જરી
રિઝવાં કરે છે રસ્તાનો શણગાર શું કરીએ?
કહેશે ઝુહૂરે મહદી પછી વક્તનો યઝીદ
એણે ભર્યો છે શામનો દરબાર શું કરીએ?
છે તુજ અલમની છાવ "કલીમો અલીફ" પર
મૌલા તમારી રહેમનો વિસ્તાર શું કરીએ?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો