ફરમાન પાઠવે છે રિસાલત ગદીરથી
ઝળકી રહી છે આજ ઇમામત ગદીરથી
પથ્થરની સજાથી જશે દોઝખના હવાલે
રાખી છે દિલમાં જેણે અદાવત ગદીરથી
એમાં ન થાય જો જો ખયાનત અય મોમિનો
સોંપી છે જે નબીએ અમાનત ગદીરથી
ઈર્ષાની આગ પહોંચી ગઈ કરબલા સુધી
દાવતથી વધી આગળ અદાવત ગદીરથી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો