body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

સોમવાર, 20 એપ્રિલ, 2020

દુઆ મળે

અય રબ! બસ એક મુજને આ તુજથી દુઆ મળે
હૈદરના કલંદર મહીં મુજને જગા મળે

મૂસા બતાવે કેમ ન મોઅજિઝા નીત નવા
સરવરના પારણા મહીં એને અસા મળે

હર દર્દના મરીઝનો એક જ સરળ ઇલાજ
હર દર્દના મરીઝને ખાકે શિફા મળે

થઈ જાઉં તારા ઇશ્કમાં બહેલોલ દિવાનો
હર દમ તને જ યાદ કરું એ દશા મળે

રાખો નજફની રાહમાં હર દમ નજર "કલીમ"
સંભવ છે ત્યાંથી કોઈ પણ રીતે ખુદા મળે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો