body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 19 એપ્રિલ, 2020

આવ્યો છું?

છ માહનો હૈદર થઈને હું ઇસ્લામ બચાવા આવ્યો છું
મુસ્કાન હું હોઠો પર લઈને દુશ્મનને રડાવા આવ્યો છું

છે ત્રણ દિવસની પ્યાસ અને ધગધગતી ધરા છે કરબલની 
શૂરવીર સિપાહી સરવરનો હું મોતને જીતવા આવ્યો છું

અય શામના મરહબ! જાણી લે, હું હૈદરનો પણ હૈદર છું
એક આંગળીથી હું કરબલના ખૈબરને ઉઠાવા આવ્યો છું

જે પીઠની પાછળ વાર કરે એ બુઝદિલ છે લડવૈયો નથી
તું સંતાઈને હુરમલ મુજ પર તીર ચલાવા આવ્યો છું?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો