સદા હલ્મિનની જયારે કરબલામાં ગૂંજવા લાગી
કતારો પીરો, નબીઓ ને મલકની આવવા લાગી
અલીનો લાલ આવ્યો લાલ આંખો લઈને લશ્કરમાં
તો રૂહો કુફ્રની ખુદ તનને છોડી ભાગવા લાગી
હસીં એ બાળ અસગરની કરી ગઈ કામ એવું કે,
કમીનાઓના હાથોથી કમાનો છૂટવા લાગી
બનીને સામઇન ખુદ દાદ દેતા’તા ત્યાં મીસમ પણ
અલીની મદ્હમાં જયારે જબાનો બોલવા લાગી
“કલીમે કરબલા” પર કર કરમ, અય કરબલાના શાહ!
સમંદરમાં દુ:ખોના નાવ એની ડૂબવા લાગી

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો