દિલની મુરાદને જે મુકદ્દર કરી શકે
ઝહરાનો લાલ, સિબ્તે પયંબર કરી શકે
કાંધે ચઢી નબીના બુતો તોડી કાઢ્યા બ્હાર
માલિક છે ગમ્મે ત્યારે એ બાહર કરી શકે
છ માસનો એ બાળ ન ચાલી શકે ભલે
ઇસ્લામને પરંતુ એ પગભર કરી શકે
બોલી શકે છે નેજા ઉપર એ જ હકની વાત
એક રાતમાં જ હુરને જે હક પર કરી શકે
અબ્બાસ માટે કામ છે એ ડાબા હાથનું
જે કામ ચાર લાખનું લશ્કર કરી શકે
છે મુફલિસી "કલીમ" તું વિશ્વાસ રાખજે
હૈદર તનેય એક દિ સધ્ધર કરી શકે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો