بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
રહેમાનની
રહેમત છે રમઝાન મુબારક છે,
હર દિલમાં
સુકુનત છે રમઝાન મુબારક છે.
અલ્લાહની
ઈનાયત છે રમઝાન મુબારક છે,
હર રિઝકમાં
બરકત છે રમઝાન મુબારક છે.
મૌસમ છે ઈબાદતની, અફઝલ એ ફઝીલત છે,
કુરઆનની નેઅમત
છે રમઝાન મુબારક છે.
શ્રીમંત
ગરીબોના સૌ ભેદ થયાં અડગા,
હર કલ્બમાં
રાહત છે રમઝાન મુબારક છે.
સૌ તારા
ગુનાહોને
એ માફ કરી દેશે,
અલ્લાહની આદત
છે રમઝાન મુબારક છે.
મસ્જીદમાં
અઝાનો છે,સૌ હોઠે દુઆઓ છે,
હર ઘરમાં
તિલાવત છે રમઝાન મુબારક છે.
મિસ્કિન
ગરીબોને,
કરજે તું મદદ સૌને,
આદમની અમાનત
છે રમઝાન મુબારક છે.
ખાદિમહુસૈન
"કલીમ" મોમિન.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો