body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 12 એપ્રિલ, 2020

ઝહીરનો આશિક

નશામાં મસ્ત તરબતર ઝહીરનો આશિક
બનીને ઝૂમે કલંદર ઝહીરનો આશિક.

કે એના ઘ્વાર પર આવીને આંખ મીંચીને
બને નજફનો મુસાફર ઝહીરનો આશિક.

કરેછે એટલું અર્પણ કે રોજે મહેશર તક,
નથી રઝળતો એ દર દર ઝહીરનો આશિક.

હવાને નામ નિઝામત છે એવું સમજીને
લગાવે મદહનું અત્તર ઝહીરનો આશિક.

નજફ ને કરબોબલા જઇને થાય છે અર્પણ
લખે છે શેર હવા પર ઝહીરનો આશિક.

હર એક મિસરાના બદલે એ મેળવે જન્નત,
કદી એ માંગે ન વળતર ઝહીરનો આશિક.

અલીનો રોઝો હતો રોઝ-એ-ઝહીર ઉપર
જુએ આ ખ્વાબમાં મંજર ઝહીરનો આશિક.

કે એના ઝિક્રના આભે ઉંડાન ભરવાને,
ચહે છે  શાયરીના પર ઝહીરનો આશિક.

પ્રથમ કરે છે ઝિયારત એ તારા રોઝાની,
ફરે છે જ્યારે વતન પર ઝહીરનો આશિક.

"કલીમે કરબલા" "મોમીન" "અતા"ની મૌત પછી,
લખાણ લખજો કફન પર "ઝહીરનો આશિક".



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો