body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

શનિવાર, 18 એપ્રિલ, 2020

કુરઆન અહલેબૈત

આરંભ કરું રબ નામ થકી અલહમ્દમાં જેની શાન મળે
સલવાત નબી પર જેને અહલેબૈત મળે કુરઆન મળે

કુરઆનમાં ઉતરો તો સૂરા યાસીન મળે ઇમરાન મળે
પ્રત્યેક સુરે શબ્દે શબ્દે પંજેતનની પહેચાન મળે

આમાલથી આલે અહમદના આશિક અલ્લાહ બની જાએ
કે અર્શથી આયત ઉતરે ને કુરઆનમાં એને સ્થાન મળે

માંગે છે મોહંમદ શું આખર ઉમ્મતથી રિસાલતનો બદલો?
મુજ આલથી ચાહત રાખો તો સંપૂર્ણપણે ઈમાન મળે

ઝહરા ને અલી બે સાગર છે ખુદ સૂરએ અર્રહમાન કહે
એ સાગરથી હસનૈન સમા જો લુઅલુઓ મરજાન મળે

નિષ્ફળ નીવડે નજરાન નબીના નફ્સનું નૂર નિહાળીને
જૂઠા પર લાનત માટે ત્યાં પંજેતનનું પ્રસ્થાન મળે

સૌ એક બની મજબૂતીથી રસ્સી જો ખુદાની પકડી લો
તો હૌઝે કૌસર સાકીના હાથોથી મદિરાપાન મળે

હિજરતની રાતની વાત હો કે એલાન ગદીરી અમથું નથી
બસ એજ મોહંમદ બોલે છે રબથી જે કંઈ ફરમાન મળે

તું દેખ યમાની ચાદરમાં તન પાંચ મળે ભેગા જયારે
તત્હીરની આયતના ત્યારે રબથી મોંઘા સન્માન મળે

ખુદ પેટે પાટા બાંધીને મિસ્કીન યતીમો કેદીને
ખેરાત કરી દે રોટીની, હોઠે પ્યારી મુસ્કાન મળે

આલે ઇમરાનના સદગુણો ઝળકે છે આયત આયતમાં
કંઈ દહર મળે તત્હીર મળે, માએદા અઝીમુશ્શાન મળે

આ આલે મોહંમદ તો મોમિન! એક નૂહની કશ્તી માફક છે
બેસે તેને ભવપાર મળે, ઇન્કાર કરે નુકશાન મળે

કુરઆન ને અહલેબૈત વિષે થોડામાં અગર જો કહી દઉં તો
બે જિસ્મ અલગ દેખાય ભલે બંનેની એક જ જાન મળે

થઇ જાય “કલીમુલ કુબરા”ની એક રહેમ નજર જો “કલીમ” ઉપર,
દીન-દુનિયામાં પૂરા એના માબાપના સૌ અરમાન મળે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો