بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
મુર્તઝાના આંગણાના ચંદ્ર છે પહેલા હસન
આસમાને
કિબ્રિયાના સૂર્ય છે ચોથા,
હસન.
થઇ શકે શુ
આપની મીદહત આ ખાકી જાતથી ?
ખુદ ખુદાએ
આપને કુરઆનમાં લેખ્યા હસન.
ચૈન રાહત ને
અમન
ઇસ્લામમાં ફેલાવવા
થૈ નબીના
દિલની ધડકન જગ મહીં આવ્યા હસન
સર સરા સર
ઉડતે ને ધડ ધડા ધડ કાપતે
જો કલમ મૂકીને
કરતે તેગ લઈ હિંસા હસન.
મરતબા નોખા
તમારા વિશ્વમાં જોયા હસન,
ખુલ્દથી આવે
તમારા ઈદના કપડાં હસન.
બાપ હૈદર,માં તમારી ફાતેમાં,ભાઈ હુસૈન
ને રિસાલતના એ
ખોળે પરવરીશ પામ્યા હસન.
તું અલીનો
પુત્ર છે તારી વિરાસતમાં અદલ,
તે પોતાની જેમ
નોખાં ફેંસલા આપ્યા હસન.
નામ છે હસનૈન
તો એ થાય ક્યાંથી વેગળા?
કરબલાની હર
સફરમાં સાથ દેતા'તા હસન.
બાપ જેમ જ
જવની રોટી પર જીવન નિર્ભર રહ્યું,
મિસ્કિનોને
આપે ઉત્તમ છે જમણ
દીધા હસન.
નમ્રતા,ઝોહદ, સખાવત,હિલ્મના વારીસ તમે,
આપના દર પર
વહે છે ઇલ્મના દરિયા હસન.
કુફ્રના કાંડા
કલમથી આપે કાપ્યા છે હસન,
જગને
બતલાવ્યાં અનોખી જંગના પરચા હસન.
હું કસીદો
મુજતબાનો ના લખી શકતે મગર,
મેં કલમનો
વાસતો આપી કહ્યું'તું યા હસન.
આપના ઝાકિર
"કલીમ"ની છે ફક્ત એક આરઝૂ,
આ કલમ હરદમ
પઢે બસ આપના કલમા હસન.
ખાદિમહુસૈન
“કલીમ” મોમિન- વલેટવા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો