body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

સોમવાર, 20 એપ્રિલ, 2020

ઉઠાવી દે

છે તારી સામે જે પડદો એ પડદાને ઉઠાવી દે
અગન છે ચૌદ સદીઓથી જે દિલમાં એ સમાવી દે
મોહંમદ આખરી છે તું જમાનાને બતાવી દે
ઓ મહદી આવ ગૈબતનો હવે તું અંત લાવી દે

દુઃખી છે મોમિનો સૌ ને તું દુખિયાનો સહારો છે
અઝાદારો ઉપર બસ હર ઘડી અહીંયા પ્રહારો છે
છે કશ્તી દી ની મુશ્કિલમાં તું એનો તારનારો છે
બનીને નાખુદા કશ્તી કિનારા પર લગાવી દે

તમારા ચાહનારા પર સિતમની હદ થઈ ગઈ છે
લહદ પર દાદી ઝહરાની જુલમની હદ થઈ ગઈ છે
સહ્યા છે કેટલા દર્દો જખમની હદ થઈ ગઈ છે
અઝાદારીના દુશ્મનના હૃદયને હચમચાવી દે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો