યાદ રહેવાની જગે તારી સખાવત યા હુસૈન
દીનને કાયમ કર્યો તેં તા કયામત યા હુસૈન
અંબિયાથી પણ વધીને તારી અઝમત
અર્શથી પણ ઉચ્ચતર તારી ફઝીલત યા હુસૈન
શુ કલંદર, શુ પયંબર, શુ સિકંદર, શુ મલક?
તારા દર પરથી મળે સૌને સખાવત યા હુસૈન
ઘર દીધું ને જિંદગીની લેશ ના પરવા કીધી
ધર્મને તારી પડી જ્યારે જરૂરત યા હુસૈન
બાળ રાહિબને દીધા ને પર દીધા ફિતરુસને તેં
વિશ્વમાં બે જોડ છે તારી સખાવત યા હુસૈન
મર્તબો તારો કદી દુનિયા નહીં સમજી શકે
છે રિસાલતને ખબર તારી ઇમામત યા હુસૈન
તા કયામત તુજને સજદા કરશે દીને મુસ્તફા
તેં જ દીધું દીનને જીવન સલામત યા હુસૈન
મુસ્તફાના પાક કાંધાનો જ તું અસ્વાર છે
ફખ્ર ખુદ કરતી રહી હર દમ નબુવ્વત યા હુસૈન
કર "કલીમે કરબલા ઉપર શહે કરબલ! કરમ
બે જહાંમાં ચાલે તારી બાદશાહત યા હુસૈન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો