body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

સોમવાર, 13 એપ્રિલ, 2020

સલૂની

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

 પ્રથમ હો સના સઘળી ફકત એ રબ્બે અકબરની, 
બની મીસમ કરૂં મિદહત સલૂનીના સુખનવરની.

અમામો મસ્તકે ને મોજડી પગમાં પયમ્બરની,
જુઓ મેઅરાજ હૈદરની, બુરાકી શાન મિમ્બરની.

સવાલો પૂછવા ખખડાવ સાંકળ ઇલ્મના દરની,
સલૂનીની સદા આવે છે મિમ્બર પરથી હૈદરની.

કહે મૌલા, પૂછી લો જ્યાં સુધી છું આપની વચ્ચે,
 હું સઘળી જાણ રાખું છું શરૂથી લઈને આખરની.

લુઆબે મુસ્તફાથી ઇલ્મ છે ભરપૂર સીનામાં, 
નથી સીમા, નથી સરહદ અલીના જ્ઞાન સાગરની.

અલીની આસમાનો ને જમીનો પર હુકૂમત છે, 
તો શી હૈરત કરે વાતો ધરા પરથી ગગન પરની.

ખિઝર પણ જ્ઞાનપિપાસુ બનીને પૂછવા આવે, 
અલી મૌલા કરે છે રાહબરી નબીઓ, પયમ્બરની.

હતું જે કંઈ, જે કંઈ પણ છે, કયામત તક જે કંઈ બનશે, 
એ ઝાકિરે સલૂની જાણ રાખે છે જગતભરની,

ઝબૂરો, ઇન્જીલો, તોરાત ને કુરઆનનો જ્ઞાની,
 મુકાબિલ લાવો તો હસ્તી કોઈ એના બરાબરની.

ખુદાની સૌ કિતાબોથી અગર જો ફેંસલા આપે, 
સમર્થનમાં ગવાહી આવે એકે એક અક્ષરની.

કઈ મક્કી ? કઈ મદની ? કઈ નાઝિલ થઈ ક્યાં ક્યાં ?
એ સમજાવે બધી આયત ન ભૂલ આવે રતિભરની.

‘કલીમ'ની જીભ પણ મીસમની માફક બોલશે કાયમ, 
દુઆ એના શિરે હરદમ રહી ઝહરાના શોહરની.

કબરમાં આવે મૌલા સાંભળ્યું છે જ્યારથી એણે,
"કલીમ"ને ઇંતેજારી એક એ નૂરાની અવસરની.

રચયિતા : ખાદિમહુસૈન ગુલામમોહંમદ મોમિન - વલેટવા.

"બઝ્મે ગદીર" તરહી મુશાયરા, સેવાલણી, ઇદે ગદીર, ઓક્ટોબર, ૨૦૧૫.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો