બાદશાહત, મુલ્કો મિલ્કત કે ન ઝેવરની હતી
સત્યને ખાતર લડાઈ ઇબ્ને હૈદરની હતી
કરબલામાં એટલે અસગરના હોઠે સ્મિત છે
રણ મહીં બે શેર સામે ફૌજ ખચ્ચરની હતી
દુશ્મનો પણ મેલી ભાગે જયારે હૈદર આવતા
કેમ ના ભાગે બતાઓ? ફૌજ કાયરની હતી
મેં લખી છે મદ્હ એ મેઅરાજ પહોંચી કેમ કે,
તૂબાના કાગળ હતા ને સ્યાહી કૌસરની હતી
બસ અલીનું નામ લીધું તો એ મુજને પણ મળી
નૌકરી જે મીસમો સલમાનો કમ્બરની હતી
સૂર્યને ઢળતો કરે ને જો કહે, પાછો ફરે,
એટલી કુવ્વત અલીના એક નૌકરની હતી
નૂર એને આપનારો, સર્જનારો પણ અલી
પાછા ઉગવાની ફરજ એથી દિવાકરની હતી
હા, મરણને બાદ કરશે યાદ દુનિયા કેમ કે,
હર ઘડી મારું જીવન મસ્તી કલંદરની હતી
સત્યને ખાતર લડાઈ ઇબ્ને હૈદરની હતી
કરબલામાં એટલે અસગરના હોઠે સ્મિત છે
રણ મહીં બે શેર સામે ફૌજ ખચ્ચરની હતી
દુશ્મનો પણ મેલી ભાગે જયારે હૈદર આવતા
કેમ ના ભાગે બતાઓ? ફૌજ કાયરની હતી
મેં લખી છે મદ્હ એ મેઅરાજ પહોંચી કેમ કે,
તૂબાના કાગળ હતા ને સ્યાહી કૌસરની હતી
બસ અલીનું નામ લીધું તો એ મુજને પણ મળી
નૌકરી જે મીસમો સલમાનો કમ્બરની હતી
સૂર્યને ઢળતો કરે ને જો કહે, પાછો ફરે,
એટલી કુવ્વત અલીના એક નૌકરની હતી
નૂર એને આપનારો, સર્જનારો પણ અલી
પાછા ઉગવાની ફરજ એથી દિવાકરની હતી
હા, મરણને બાદ કરશે યાદ દુનિયા કેમ કે,
હર ઘડી મારું જીવન મસ્તી કલંદરની હતી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો