بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
અલી છે તો
મુકદ્દરને સવંરતા વાર નઇ લાગે,
ભલે પડતી છે
હમણાં એને ચઢતા વાર નઇ લાગે.
લલાટે લેખ
લેખનહારે લેખ્યા હો ગમે તેવા,
અલી કરશે મદદ
મળશે સફળતા વાર નઇ લાગે.
કે એણે
ધોડિયામાં
બાળ થઈ ચિર્યો હતો અજગર,
તો એને જંગમાં
ખૈબર ઉચકતા વાર નઈ લાગે.
ફરિશ્તા
ફાતેમાના દરથી રોટી લઈ ગયા છે તો,
પહોચશે અર્શ
પર,
આયત ઉતરતા વાર નઈ લાગે.
નુસૈરી જેવો
ના કરજે નશો સંભાળજે નહિતર,
કહી દેશે અલી
ને રબ બહેકતા વાર નઈ લાગે.
અલીના ઇશ્કમાં
મદહોશ થઈને ચાલશું ત્યારે,
પુલે સીરાત
ઉપરથી ગુજરતા વાર નહિ લાગે.
ખાદિમહુસૈન
“કલીમ” મોમિન- વલેટવા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો