તારી કુરબાની છે દીને મુસ્તફાની જિંદગી
યા હુસૈન ઇબ્ને અલી, યા હુસૈન ઇબ્ને અલી
મુસ્તફાનો તું નવાસો ફાતેમાના દિલનો ચૈન
કિબ્રિયાના શેરનો તું શેર છે મૌલા હુસૈન
અંબિયા સજ્દા કરે એ તારા ઘરની છે ગલી
મુસ્તફાના પાક કાંધા પર થનારો તું સવાર
શું ફઝીલત થાય તારી સબ્રના પરવરદિગાર
માલિકે રોઝે જઝા તું માલિકે ખુલ્દે બરીં
પ્યાસ તો મરજી હતી રબની શું દુશ્મન ફાવતે
જામ લઈને અર્શ પરથી ખુદ ફરિશ્તા આવતે
રોઝે મહેશરનો તું સાકી તું છે કૌસરનો ધણી
સાત રાહિબને પિસર ને પર ફરિશ્તાને દીધા
રંકને તેં દાન દઈને બાદશાહો છે કીધા
બે જહાનોમાં જરૂરત સૌની તેં પૂરી કરી
તીર ને તલવાર વચ્ચે વાહ રે તારી નમાઝ
કિબ્રિયાના શેરના સજ્દાનો જોયો છે મિજાજ
બંદગી ખુદ બોલી ઉઠ્ઠી વાહ તારી બંદગી!
સત્યના રસ્તા ઉપર આખર લગી મક્કમ રહ્યો
કોલ જે દીધો હતો મીસાકમાં પૂરો કર્યો
મુશ્કિલો દીને ખુદાની દૂર તેં કીધી બધી
બૈત બાતિલની કરી ના તેં લુટાવ્યું ઘર હુસૈન
બાળ તેં કુરબાન કીધા ને કપાવ્યું સર હુસૈન
દીનને દીધી સખાવત અય સખી ઇબ્ને સખી
સર કપાયું તારું સજ્દામાં ધરા ધ્રુજી ઉઠી
ખૂનની અય મૌલા તારા રક્તધારા જ્યાં વહી
ખાક એ ખાકે શિફા હર એક શિફા માટે બની
કરબલામાં સાંભળીને તારી હલ્મિનની સદા
દોડી આવ્યા નૈનવા તારી મદદ માટે બધા
અંબિયા મુર્સલ ને વલીઓ, પીર, જિબ્રિલે અમીં
ધર્મના ચહેરા ઉપર તુજ નૂર ચમકે છે હુસૈન
ખૂનથી તારા દીને ઇસ્લામ ધબકે છે હુસૈન
યાદ તારી રહેશે કાયમ હર ઘડી ને હર સદી
તારી કુરબાનીને મૌલા ચૌદસો વર્ષો થયા
જૂઠ ને પાખંડ હર પળ ધૂળમાં મળતા રહ્યા
હર જમાનામાં ફકત તારી શહેનશાહી રહી
કોઈ મજલિસ તો કોઈ માતમ બિછાવે છે હુસૈન
હિંદની હર કોમ તારો ગમ મનાવે છે હુસૈન
જોઈ છે હર એક દિલોમાં મૌલા તારી લાગણી
કબ્રમાં આવ્યા મલક, બોલ્યા તને શું ડર ભલા?
શું સવાલો પૂછવાના અય “કલીમે કરબલા”
જિંદગીભર આલે અહમદની કરી તેં નોકરી
યા હુસૈન ઇબ્ને અલી, યા હુસૈન ઇબ્ને અલી
મુસ્તફાનો તું નવાસો ફાતેમાના દિલનો ચૈન
કિબ્રિયાના શેરનો તું શેર છે મૌલા હુસૈન
અંબિયા સજ્દા કરે એ તારા ઘરની છે ગલી
મુસ્તફાના પાક કાંધા પર થનારો તું સવાર
શું ફઝીલત થાય તારી સબ્રના પરવરદિગાર
માલિકે રોઝે જઝા તું માલિકે ખુલ્દે બરીં
પ્યાસ તો મરજી હતી રબની શું દુશ્મન ફાવતે
જામ લઈને અર્શ પરથી ખુદ ફરિશ્તા આવતે
રોઝે મહેશરનો તું સાકી તું છે કૌસરનો ધણી
સાત રાહિબને પિસર ને પર ફરિશ્તાને દીધા
રંકને તેં દાન દઈને બાદશાહો છે કીધા
બે જહાનોમાં જરૂરત સૌની તેં પૂરી કરી
તીર ને તલવાર વચ્ચે વાહ રે તારી નમાઝ
કિબ્રિયાના શેરના સજ્દાનો જોયો છે મિજાજ
બંદગી ખુદ બોલી ઉઠ્ઠી વાહ તારી બંદગી!
સત્યના રસ્તા ઉપર આખર લગી મક્કમ રહ્યો
કોલ જે દીધો હતો મીસાકમાં પૂરો કર્યો
મુશ્કિલો દીને ખુદાની દૂર તેં કીધી બધી
બૈત બાતિલની કરી ના તેં લુટાવ્યું ઘર હુસૈન
બાળ તેં કુરબાન કીધા ને કપાવ્યું સર હુસૈન
દીનને દીધી સખાવત અય સખી ઇબ્ને સખી
સર કપાયું તારું સજ્દામાં ધરા ધ્રુજી ઉઠી
ખૂનની અય મૌલા તારા રક્તધારા જ્યાં વહી
ખાક એ ખાકે શિફા હર એક શિફા માટે બની
કરબલામાં સાંભળીને તારી હલ્મિનની સદા
દોડી આવ્યા નૈનવા તારી મદદ માટે બધા
અંબિયા મુર્સલ ને વલીઓ, પીર, જિબ્રિલે અમીં
ધર્મના ચહેરા ઉપર તુજ નૂર ચમકે છે હુસૈન
ખૂનથી તારા દીને ઇસ્લામ ધબકે છે હુસૈન
યાદ તારી રહેશે કાયમ હર ઘડી ને હર સદી
તારી કુરબાનીને મૌલા ચૌદસો વર્ષો થયા
જૂઠ ને પાખંડ હર પળ ધૂળમાં મળતા રહ્યા
હર જમાનામાં ફકત તારી શહેનશાહી રહી
કોઈ મજલિસ તો કોઈ માતમ બિછાવે છે હુસૈન
હિંદની હર કોમ તારો ગમ મનાવે છે હુસૈન
જોઈ છે હર એક દિલોમાં મૌલા તારી લાગણી
કબ્રમાં આવ્યા મલક, બોલ્યા તને શું ડર ભલા?
શું સવાલો પૂછવાના અય “કલીમે કરબલા”
જિંદગીભર આલે અહમદની કરી તેં નોકરી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો